ભલે અફઘાનિસ્તાને ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પાકિસ્તાનને હરાવ્યું હોય. પરંતુ તેમની ઐતિહાસિક જીતનો સમગ્ર વિશ્વમાં પડઘો પડ્યો છે. અફઘાનિસ્તાનો આ જીતની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી રહ્યા છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અફધાનિસ્તાન (Afghanistan)ની સામે પાકિસ્તાનની હારની સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે.અફધાનિસ્તાન ક્રિકેટ બોર્ડે એક વીડિયો શેર કર્યો છે. જેમાં નાની બાળકીઓ અફધાનિસ્તાન ઝિંદાબાદના નારા લગાવી રહી છે. લોકો રસ્તા પર નાચી રહ્યા છે.
હશમતુલ્લાહ શાહિદીના નેતૃત્વમાં અફઘાનિસ્તાનની ટીમે ઈતિહાસ રચ્યો હતો. વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવીને આખી દુનિયાને સાબિત કરી દીધું કે તેઓ હવે નાની ટીમ નથી. હાલમાં જ અફઘાનિસ્તાને વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને પણ હરાવ્યું હતું. હવે તેણે બાબરની સેનાને પણ હંફાવી દીધી છે. તમને જણાવી દઈએ કે ODIમાં પાકિસ્તાન પર અફઘાનિસ્તાન (AFGvPAK)ની આ પહેલી જીત હતી.અફધાનિસ્તાનના ચાહકો માટે આ ઈદની જ ભેટ છે. પાકિસ્તાન સામે તેની જીત જાણ કે વર્લ્ડ કપની ટ્રોફી ટીમે જીતી લીધી હોય તેવા સીન જોવા મળ્યા હતા.
પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું. અફઘાનિસ્તાન માટે આ જીત ઘણી ખાસ હતી. અફઘાન ટીમના ખેલાડીઓએ મેદાનમાં અને ડ્રેસિંગ રૂમમાં આ જીતની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરી હતી. પરંતુ સાથે જ તેમનો દેશ પણ આ જીતની ઉજવણીમાં ડૂબેલો જોવા મળ્યો હતો. સમગ્ર અફઘાનિસ્તાન આ ઐતિહાસિક જીતની ઉજવણી કરી રહ્યું છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો અફઘાનિસ્તાનની રાજધાની કાબુલનો છે. અફઘાનિસ્તાનીઓ તેમની ટીમની આ મોટી જીતની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી રહ્યા છે. કાબુલની શેરીઓમાં ઉજવણી થઈ રહી છે. લોકો ઘરની બહાર આવીને આ ઐતિહાસિક ક્ષણને માણી રહ્યા હતા. બાળકોથી લઈને વડીલો સુધી દરેક વ્યક્તિ પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની આ મોટી જીતની ઉજવણી કરી રહ્યા હતા.