અફઘાનિસ્તાન પર કબજા બાદ પ્રથમ વખત તાલિબાને જાહેરમાં ફાંસી આપી

કાબુલ,

અફઘાનિસ્તાનમાં તાલિબાને ફરી જંગલી નિયમો લાગુ કર્યા: પાંચ વર્ષ પહેલા આરોપીએ એક વ્યક્તિનો મોબાઇલ, બાઇક લઇને હત્યા કરી હતી, ફાંસીને નિહાળવા હજારો લોકો એકઠા થયા.

અફઘાનિસ્તાન પર સત્તા મેળવ્યા બાદ તાલિબાને પોતાનો અસલી રગં દેખાડવાનું શ કરી દીધુ છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાનને કબજામાં લીધા બાદ પ્રથમ વખત જાહેરમાં એક અપરાધીને ફાંસીની સજા આપવામાં આવી હતી.

હજુ થોડા દિવસ પહેલા જ શરીયા કાયદો લાગુ કરી દેવામાં આવ્યો છે તેના ભાગપે જ જાહેરમાં ફાંસી આપવામાં આવી છે. યારે જાહેરમાં મહિલાઓ સહિતનાને કોરડા મારવાની સજાનો પણ અમલ કરી દેવાયો છે. કોઇ દેશમાં જાહેરમાં લોકોની વચ્ચે ફાંસીની સજા નથી આપવામાં આવી રહી, માત્ર અફઘાનિસ્તાનમાં જ તાલિબાન દ્રારા પોતાના જુના નિયણો લાગુ કરીને આ રીતે ફાંસીની સજા આપવામાં આવી છે. આ ફાંસીની સજા ફરાહ પ્રાંતમાં આપવામાં આવી હતી. જેને નિહાળવા માટે હજારો લોકો હાજર રહ્યા હતા, આ ઉપરાંત તાલિબાની કમાંડરો પણ ફાંસીના સ્થળે હાજર રહ્યા હતા.

જે વ્યક્તિને ફાંસીની સજા આપવામાં આવી તેનું નામ તાજમીર છે અને તેના પર એક વ્યક્તિની હત્યાનો આરોપ હતો, જેમાં તેને સ્થાનિક કોર્ટ દ્રારા દોષી જાહેર કરવામાં આવ્યો હોવાથી તાલિબાન પ્રશાસને જાહેરમાં ફાંસીની સજા આપી હતી. પાંચ વર્ષ પહેલા આ શખ્સે ફરાહ પ્રાંતના મુસ્તફા નામના એક વ્યક્તિનો મોબાઇલ અને બાઇક લઈ લીધા હતા, બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. જોકે તાલિબાન દ્રારા જારી નિવેદનમાં એ સ્પષ્ટ્રતા નહોતી કરવામાં આવી કે કયારે આ અપરાધીની ધરપકડ કરવામાં આવી હતી પણ એવો દાવો કરાયો છે કે તેણે અપરાધને કબુલી લીધા બાદ તેને ફાંસી આપવામાં આવી હતી.