ગોધરા,
કોરોના વાયરસની ગંભીર બિમારીને લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે. અનેક લોકો કોરોના વાયરસના સંક્રમણના ભોગ બન્યા છે. કોરોના મહામારીમાં લોકો આર્થિક રીતે તંંગી અનુભવી રહ્યા છે. આવા કપરાકાળમાં તબીબોની સંપતિમાં છેલ્લા એક વર્ષમાં મોટો વધારો થયો છે. તેવી લોકચર્ચાઓ લોકોમાંં થઈ રહી છે.
કોરોના મહામારી લોકોને ભલે પરેશાન કર્યા પણ તબીબો માટે જાણે કમાણીનું સાધન બની ગયું છે. ગોધરા નગર પાલિકા રોડ ઉપર આવેલ એપેક્ષ લેબોરેટરીના સંચાલક તબીબો ર્ડાકટર મૌબીન અલવાણી અને ર્ડાકટર ભાવિન શાહ દ્વારા કોરોના મહામારીમાં લોકોના ખીસ્સા હળવા કરવાની તરકીબ અમલમાં મુકવામાં આવી હતી. તેમાં શહેરના ખાનગી હોસ્પિટલ, દવાખાનાના તબીબોને ૪૦ થી ૫૦ % જેટલુ તગડુ કમીશન આપીને શહેરની અન્ય લેબોરેટરીમાંં જતાં દર્દીઓને પોતાની લેબમાં મોકલી આપવાની સ્કીમ મુકવામાં આવી હતી. આવી લોભામણી સ્કીમમાં તબીબો પણ મનાવતા ખુલ્લા હતા અને આવા તક સાધુ લેબોરેટરી સંચાલકોને ત્યાં દર્દીઓના લોહી પરીક્ષણ કરવા મોકલી આપતા હતા અને મુસીબતમાં અટવાયેલા દર્દીઓનું લોહી ચુસીને કોરોના મહામારીના વર્ષમાં કેટલાક નાણા ભેગા કર્યાની તેની તપાસ કરવા માટે આયકર ભવનમાં લેખિત રજુઆત કરાઈ છે. આયકર વિભાગમાં આવી તપાસ માટે રજુઆત કર્યા એ માત્ર એપેક્ષ લેબોરેટરીના સંચાલક તબીબો નહી પરંતુ દર્દીને મોકલનાર તબીબોની સંપતિની તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે.