અધીર રંજને બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું, હારની જવાબદારી લીધી

લોક્સભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો થોડા અઠવાડિયા પહેલા જાહેર થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ફરી એકવાર એનડીએ સરકાર ત્રીજી વખત બની છે. છેલ્લી બે લોક્સભા ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સુધર્યું છે. જોકે પશ્ચિમ બંગાળમાં પાર્ટીનું પ્રદર્શન નબળું રહ્યું છે. હવે બંગાળમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા અધીર રંજન ચૌધરીએ પ્રદેશ અધ્યક્ષ પદ છોડી દીધું છે. ચાલો જાણીએ આખો મામલો.

મળતી માહિતી મુજબ અધીર રંજન ચૌધરીએ પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોએ જણાવ્યું છે કે અધીર રંજને લોક્સભા ચૂંટણીમાં હાર અને પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનને સ્વીકારીને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ હાઈકમાન્ડે હજુ સુધી અધીર ચૌધરીના રાજીનામા અંગે કોઈ નિર્ણય લીધો નથી.