અધિકારીઓ સ્થળ પર જ પ્રજાના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવશે

મહિસાગર,

જિલ્લાના તમામ તાલુકા માટે જાન્યુઆરી-2023 નો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.25/01/2023 બુધવારના રોજ સવારે 11:00 કલાકે યોજવાનો હોય માહે જાન્યુઆરી -2023 માં જિલ્લા અને તાલુકાઓમાં વર્ગ-1 કક્ષાના અધિકારીઓ તા.25/01/2023 ના રોજ સવારે 11.00 કલાકે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્ર્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે.

ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્ર્નો/રજુઆત અંગેની અરજી “મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી “તેવા મથાળા હેઠળ સંબંધિત ગામનાં તલાટી/મંત્રીને સંબોધીને આપવાની રહેશે. તા.10/01/2023 સુધીમાં મળેલ અરજીને તાલુકા સ્વાગત કાર્યક્રમાં સમાવવામાં આવશે.

તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારએ પોતાના વ્યક્તિગત/અંગત પ્રશ્ર્ન ટાઇપ કરેલી અરજી ફોન નંબર તથા સંપૂર્ણ સરનામાં સાથેની એક અરજીમાં એક જ પ્રશ્ર્ન સંબંધિત અમલીકરણ અધિકારીની કચેરીને કરેલી અરજીની નકલ સાથે સંબંધિત મામલતદારની કચેરીને “તાલુકા સ્વાગત કાર્યક્રમ” એમ અરજીના મથાળે લખી અરજી તા.10/01/2023 સુધીમાં મોકલી આપવાની રહેશે.