- જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક સહિત સંબધિત અધિકારીઓ વી.સી.માં જોડાયા
ખેડા, તાજેતરમાં રાજ્યમાં બનેલ ડિઝાસ્ટર સંબંધી ઘટનાઓ તથા જાહેર સ્થળો પર આવેલ અનધિકૃત ધાર્મિક દબાણો અંગેના કોર્ટ કેસની સમીક્ષા કરવા તથા તે સંબંધે જિલ્લા કક્ષાએ કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવા અધિક મુખ્ય સચિવ, ગૃહની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી.આ વિડીયો કોન્ફરન્સમાં ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, અધિક નિવાસી કલેક્ટર ભરત જોષી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વી.સી. દરમિયાન અધિક મુખ્ય સચિવ, ગૃહ દ્વારા જિલ્લા કક્ષાએ ફાયર સેફ્ટી, ધાર્મિક દબાણો દૂર કરવા અંગેની પ્રક્રિયા તથા ડિઝાસ્ટર સંબંધિત કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.ફાયર સેફટી અંતર્ગત જિલ્લાના ગેમ ઝોન, થિયેટરો તથા મોલ જેવા જાહેર સ્થળો પર ફાયર સેફટીની યોગ્ય વ્યવસ્થા તથા જરૂરી લાઇસન્સ અંગે, જિલ્લાની નદીઓ તથા જળાશયોમાં ચાલતી બોટના લાયસન્સ તથા દુરસ્તી અંગે અને જિલ્લામાં ગેરકાયદેસરના ધાર્મિક દબાણનું દૂર કરવા અંગે કરવામાં આવેલ કાયદાકીય કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી.
વધુમાં ડિઝાસ્ટરના અનુક્રમે જિલ્લા કક્ષાની સમિતિઓ દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીનો અહેવાલ રાજ્ય સરકારને રજૂ કરવા સૂચન આ વીડિયો કોન્ફરન્સમાં કરવામાં આવ્યું હતું.