અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ,પંચમહાલ દ્વારા ગણેશ વિસર્જનને લઈને જાહેર કરાયો હુકમ

  • આગામી તા.28 સપ્ટેમ્બર સુધી પંચમહાલ જીલ્લાના સમગ્ર વિસ્તારમાં હાનિકારક રંગો, પદાર્થોના પાવડર વગેરેના ઉપયોગ, વેચાણ,વિતરણ તથા છંટકાવ ઉપર પ્રતિબંધ.

ગોધરા, સમગ્ર પંચમહાલ જીલ્લામાં દર વર્ષની ગણેશ મહોત્સવ-2023ની ઉજવણી હર્ષભેર કરવામાં આવે છે. જેમાં જીલ્લામાં જુદી-જુદી તારીખોએ તા.28/09/2023 સુધીમાં જુદાજુદા સ્થળોએ વિસર્જન ક2વામાં આવનાર છે. આ વિસર્જન દરમ્યાન જુદા જુદા પ્રકારના રંગો, ગુલાલ, અબીલ વિગેરે પદાર્થોનો ઉપયોગ થવાની શકયતા છે. આવા કેમિકલયુક્ત રંગો, પાવડરોનો ઉપયોગ થવાથી શરીરના ભાગોને તથા પર્યાવરણને નુકશાન થવાની શકયતા છે. જાહેર સ્વાસ્થ્યની જાળવણી માટે જાહેર હિતમાં આ પ્રકારના હાનિકારક રંગો, પદાર્થોના પાવડર વગેરેના ઉપયોગ, વેચાણ, વિતરણ તથા છંટકાવ ઉપર પ્રતિબંધ મુકવા માટે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, પંચમહાલ ગોધરા, સને.1951ના ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144 હેઠળ મળેલ સત્તાની રૂએ જાહેર હુકમ કરાયો છે.

પંચમહાલ જીલ્લાના સમગ્ર હદ વિસ્તારમાં તા.19/09/2023થી તા.28/09/2023 સુધી (બન્ને દિવસ સહિત) ગણેશ મહોત્સવ2023 દરમ્યાન શરીરના ભાગોને તથા પર્યાવરણને નુકશાન પહોચાડે તેવા કોઈપણ પ્રકારના કલર/પાવડર, રંગો, અબીલ, ગુલાલ સહિતના કોઈપણ પ્રકારના હાનિકારક પદાર્થો વિગેરેના ઉપયોગ, વેચાણ, વિતરણ તથા છંટકાવ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર ઈસમ ભારતીય દંડ સંહિતા1860 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે પંચમહાલ જીલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપલા દરજજાના તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાના ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.