- કર્ણાટકમાં ડબલ એન્જિન સરકારનો સાડા ત્રણ વર્ષનો કાર્યકાળ જોયો છે.
બેંગ્લોર,કર્ણાટકમાં બુધવારે એટલે કે ૧૦ મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પ્રચાર પૂરો થયો છે. મતદાનના એક દિવસ પહેલા પીએમ મોદીએ કર્ણાટકના લોકોને એક વીડિયો મેસેજ કર્યો છે. તેમણે લોકોને રાજ્યને રોકાણ, નવીનતા અને ઉદ્યોગમાં નંબર ૧ બનાવવા ભાજપને મત આપવા અપીલ કરી છે.
તમે મને જે પ્રેમ આપ્યો છે તે મારા માટે ભગવાનના આશીર્વાદ સમાન છે. કર્ણાટકના લોકોનું આહ્રાન હજુ પણ મારા કાનમાં ગુંજી રહ્યું છે. આઝાદીના અમૃતકાળમાં ભારતીયોએ દેશને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લીધો છે. કર્ણાટક વિકસિત ભારતનું નેતૃત્વ કરવાની ક્ષમતાથી ભરપૂર છે. આપણે વિશ્ર્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ. આપણે તેને જલદી ટોપ ૩માં લઈ જવાની છે. તો જ આવું થશે, કર્ણાટકની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધશે. તમે કર્ણાટકમાં ડબલ એન્જિન સરકારનો સાડા ત્રણ વર્ષનો કાર્યકાળ જોયો છે. ભાજપ સરકારની નિર્ણાયક, કેન્દ્રિત અને ભવિષ્યલક્ષી નીતિઓ કર્ણાટકની અર્થવ્યવસ્થાના વિસ્તરણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
કોરોના જેવી વૈશ્ર્વિક મહામારી હોવા છતાં કર્ણાટકમાં ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન વાર્ષિક ૯૦ હજાર કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવ્યું હતું, જ્યારે અગાઉની સરકાર દરમિયાન સાચો આંકડો માત્ર ૩૦ હજાર કરોડ રૂપિયા વાર્ષિક હતો. વિકાસ પ્રત્યે, કર્ણાટક પ્રત્યે અને ખાસ કરીને યુવા પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે ભાજપની આ પ્રતિબદ્ધતા છે. અમે કર્ણાટકને રોકાણ, ઉદ્યોગ અને નવીનતામાં નંબર ૧ બનાવવા માગીએ છીએ. અમે ભાજપને શિક્ષણ, રોજગાર અને ઉદ્યોગસાહસિક્તામાં નંબર ૧ બનાવવા માગીએ છીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના લોકોને કહ્યું કે અહીં એકવાર ફરીથી ડબલ એન્જીન સરકાર આવનારી છે. કર્ણાટકનું દેશના વિકાસમાં મહત્વનું યોગદાન છે. અત્યારે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ભારતને આપણે બધા મળીને દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવીશું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કર્ણાટકમાં ડબલ એન્જીનની સરકાર આવ્યા બાદ કર્ણાટકમાં કનેક્ટિવિટીને લઇને, એજ ઓફ લિવિંગ, એજ ઓફ ડૂઇંગ બિઝનેસને લઇને નિર્ણય થયો છે. જે પ્રોજેક્ટ શરુ થયો એ કર્ણાટકને નંબર એક રાજ્ય બનાવવા માટે આધાર બનશે. કર્ણાટકને આધુનિક્તા તરફ લઇ જવા માટે બીજેપી સરકારનું દાયિત્વ છે.
તેમણે કહ્યું કે કર્ણાટકના દરેક શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધર્યા, ટ્રાન્સ્પોર્ટની વ્યવસ્થા આધુનિક થાય. આપણા ગામ અને શહેરોમાં ક્વોલિટી ઓફિ લાઇફ સારી થાય, મહિલાઓ અને જુવાનિયાઓ માટે નવા નવા અવસર બને.દરેક કન્નડિગાની આંખોનું સપનું મારું છે. તમારો સંકલ્પ મારો સંકલ્પ છે.