અદાણી મુદ્દે સંસદમાં વિપક્ષનો હોબાળો, લોક્સભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત

નવીદિલ્હી,

સંસદમાં બજેટ સત્રનો આજે ચોથો દિવસ છે. આજે ફરી એક વાર અદાણી મુદ્દે બંને સદનોમાં વિપક્ષે જોરદાર હોબાળો મચાવ્યો હતો અને સદનની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. આ સિવાય આજે કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ વિપક્ષી દળોના નેતાઓ સાથે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સરકારને ઘેરવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી.

અદાણી મુદ્દે વિપક્ષે સરકારને ઘેરી હતી. હોબાળો એટલી હદે મચી ગયો કે લોક્સભાની કાર્યવાહી બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરવી પડી છે. રાજ્યસભાની કાર્યવાહી બપોરે અઢી વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.ત્યારબાદ આખા દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડા વચ્ચે અદાણી એન્ટરપ્રાઈઝ સહિતની ત્રણ ગ્રૂપ કંપનીઓ બીએસઇ અને એનએસઇની શોર્ટ ટર્મ એડિશનલ મોનિટરિંગ સિસ્ટમના દાયરામાં આવી ગઈ છે. બંને મુખ્ય સ્ટોક એક્સચેન્જો પાસેથી મળેલી માહિતી અનુસાર, અદાણી એન્ટરપ્રાઇઝિસ સિવાય, અદાણી પોર્ટ્સ અને જીઈઢ અને અંબુજા સિમેન્ટ્સ પણ છજીસ્ ફોર્મેટ હેઠળ આવ્યા છે.

ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના નાના ભાઈ લોર્ડ જો જ્હોન્સને અદાણી એન્ટરપ્રાઈઝ સાથે સંકળાયેલ યુકે સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મના બિન-કાર્યકારી નિર્દેશક પદેથી રાજીનામું આપ્યું છે. ’ધ ફાઈનાન્સિયલ ટાઈમ્સ’ અખબારે યુકે કંપનીઝ હાઉસના રેકોર્ડનો સંદર્ભ આપ્યો હતો કે, ૫૧ વર્ષીય લોર્ડ જોન્સનને ગયા વર્ષે જૂનમાં લંડન સ્થિત ઈલારા કેપિટલ પીએલસીના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને બુધવારે અદાણી ગ્રુપે પાછો ખેંચવાની જાહેરાત કરી હતી તે દિવસે રાજીનામું આપ્યું હતું.

એડિશનલ સર્વેલન્સ મેઝરની યાદીમાં ટૂંકા ગાળા માટે અદાણી જૂથના ત્રણ સ્ટોક્સ – અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન અને અંબુજા સિમેન્ટનો સમાવેશ કર્યા પછી, અદાણી એન્ટરપ્રાઈઝના શેરને યુએસ બજારોમાંથી વધુ એક આંચકો મળ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝિસના શેર હવે ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સમાંથી દૂર થવાનો સામનો કરી રહ્યા છે, જે મંગળવાર, ૭મી ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ ખુલતા પહેલા અસરકારક છે. યુએસ બજારો દ્વારા ઇન્ડેક્સની જાહેરાતમાં આ માહિતી આપવામાં આવી છે.