
નવી દિલ્હી,અદાણી-હિડનબર્ગ મામલામાં સુપ્રિમ કોર્ટના ફેસલા સામે અરજી કરવામાં આવી છે. અરજીમાં ત્રણ જાન્યુઆરીનાં નિર્ણય પર ફરીથી વિચાર કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. સુપ્રિમ કોર્ટે અદાણી ગ્રુપ દ્વારા શેર મુલ્યોમાં કથિત હેરાફેરીના આરોપોની તપાસ વિશેષ દળ (એસઆઈટી) કે સીબીઆઈને સોંપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો. સુપ્રિમ કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે બજાર નિયામક સેબી,આરોપોની વ્યાપક તપાસ કરી રહી છે.
આ નિર્ણયની સામે દાખલ અરજીમાં દાવો કરાયો છે કે નિર્ણયમાં ભૂલો અને ત્રુટીઓ હતી. અરજી અનામિકા જયસ્વાલ તરફથી દાખલ કરાઈ છે. જે મામલાનાં અરજદારો પૈકી એક હતા વકીલ નેહા રાઠીનાં માધ્યમથી અરજી દાખલ કરાઈ છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે સેબીએ પોતાના રિપોર્ટમાં આરોપોને ધ્યાનમાં રાખીને શરૂ કરેલી ૨૪ તપાસની સ્થિતિનાં બારામાં અદાલતને માત્ર અપડેટેડ જાણકારી આપી છે.
ભલે તપાસ પૂરી થઈ હોય કે અધૂરી રહી હોય પણ તેણે કોઈપણ નિતકાર કે કરવામાં આવેલી કાર્યવાહીનો ખુલાસો નથી કર્યો જયાં સુધી સેબી તપાસનો રિપોર્ટ જાહેર નથી કરતી ત્યાં સુધી આ નિષ્કર્ષ ન કાઢી શકાય કે કોઈ નિયામક નિષ્ફળતા નથી થઈ.