અદાણી ગ્રૂપનો વળતો જવાબ, ’રીસાયકલ’ ગણાવી તમામ આરોપો નકાર્યા

મુંબઇ, ’અપારદર્શક’ મોરેશિયસ ફંડ દ્વારા અદાણી જૂથની જાહેરમાં ટ્રેડેડ કંપનીઓના શેરોમાં લાખો ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે. જેના કારણે અદાણી પરિવારના કથિત બિઝનેસ પાર્ટનર્સનો હિસ્સો કેટલો અને ક્યાં છે તે જાણી શકાયું નથી ઓસીસીઆરપી મુજબ, બહુવિધ ટેક્સ હેવન અને અદાણી ગ્રૂપના આંતરિક ઈમેઈલની ફાઈલોની સમીક્ષાના આધારે જણાવ્યું હતું કે તપાસમાં ઓછામાં ઓછા બે એવા કિસ્સા મળ્યા છે જે સૂચવે છે કે અદાણી ગ્રૂપના રોકાણકારોએ ઓફશોર સ્ટ્રક્ચર્સ દ્વારા અદાણીના શેરો ખરીદ્યા અને વેચ્યા છે.

આ મામલે અદાણી ગ્રૂપે કહ્યું છે કે અમે આ રિસાયકલ આરોપોને સ્પષ્ટપણે નકારીએ છીએ. આ સમાચાર અહેવાલો નિષ્ક્રિય હિંડનબર્ગ રિપોર્ટને પુનર્જીવિત કરવા માટે, સમર્થિત વિદેશી મીડિયાના એક વિભાગ દ્વારા અન્ય એક સંકલિત પ્રયાસ હોવાનું જણાય છે. જોકે ગયા અઠવાડિયે મીડિયા દ્વારા જાણ કરવામાં આવી હતી તેમ આની દરેક શક્યતા હતી.

અદાણી ગ્રૂપે જણાવ્યું છે કે આ દાવાઓ એક દાયકા પહેલાના બંધ કેસ પર આધારિત છે જ્યારે ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સએ ઓવર ઈન્વોઈસિંગ, વિદેશમાં ફંડ ટ્રાન્સફર સંબંધિત પક્ષકારોના વ્યવહારો અને એફપીઆઇ દ્વારા રોકાણના આરોપોની તપાસ કરી હતી. ત્યારબાદ, સ્વતંત્ર ન્યાયિક સત્તા અને એપેલેટ ટ્રિબ્યુનલ બંનેએ પુષ્ટિ કરી હતી કે અદાણીની કંપનીઓનું કોઈ ઓવરવેલ્યુએશન થયું ન હતું અને વ્યવહારો તે સમયે અમલમાં રહેલા કાયદા અનુસાર હતા. માર્ચ ૨૦૨૩ માં આ બાબતને અંતિમ સ્વરૂપ મળ્યું જ્યારે ભારતની માનનીય સર્વોચ્ચ અદાલતે અમારી તરફેણમાં ચુકાદો આપ્યો. તેથી, સ્પષ્ટપણે કહી શકાય કે કોઈ ઓવર વેલ્યુએશન ન હતું, તેથી ફંડ ટ્રાન્સફર પરના આ આરોપોની કોઈ સુસંગતતા કે આધાર નથી.

આ ઉપરાંત અદાણી ગ્રૂપે જણાવ્યું છે કે અમને કાયદાની યોગ્ય પ્રક્રિયામાં સંપૂર્ણ વિશ્ર્વાસ છે, અમને અમારા ડિસ્ક્લોઝર્સની ગુણવત્તા અને કોર્પોરેટ ગવર્નન્સના ધોરણો વિશે વિશ્ર્વાસ છે.અમે આ અહેવાલોને સંપૂર્ણપણે નકારીએ છીએ.