ઉજજૈન, બાબા મહાકાલના શહેર ઉજ્જૈનમાં આજથી બે દિવસીય પ્રાદેશિક ઉદ્યોગ કોક્ધ્લેવનો પ્રારંભ થયો. આ કોક્ધ્લેવમાં દેશ અને દુનિયાના મોટા ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન અદાણી એન્ટરપ્રાઈઝના ડિરેક્ટર પ્રણવ અદાણીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને સમિટમાં આમંત્રણ આપવા બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે અદાણી ગ્રુપ મધ્યપ્રદેશમાં રોકાણ કરવા માટે ઉત્સાહિત છે, અમે અહીં ૭૫,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરીશું, અને ૫,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ઉજ્જૈન, ઈન્દોર અને ભોપાલને જોડીને મહાકાલ એક્સપ્રેસ વેનું નિર્માણ કરીશું. ભિંડ, બુરહાનપુર, ટીકમગઢ, અલીજાપુરમાં વિકાસ કરશે. તેમણે કહ્યું કે મોહન યાદવ સરકાર મદદરૂપ બહુ-ક્ષેત્ર નીતિ યોજનાઓ અને સુધારાઓ પર ભાર આપી રહી છે, તે સ્પષ્ટ છે કે મયપ્રદેશમાં શક્યતાઓ ઝડપથી ઉભરી રહી છે.
મધ્યપ્રદેશ માં રોકાણની પ્રતિબદ્ધતાઓનું પુનરોચ્ચાર કરતાં પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે જૂથ રાજ્યમાં રોકાણ બમણું કરવા માગે છે. મહાકાલ એક્સપ્રેસ વેના નિર્માણ માટે ૫,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. ઈંધણ વિતરણ વ્યવસાયમાં રૂ. ૨,૧૦૦ કરોડથી વધુનું રોકાણ કરવામાં આવશે. અદાણી ગ્રૂપ રાજ્યને રિન્યુએબલ એનર્જી પર વધુ નિર્ભર બનાવવાની યોજના ધરાવે છે. અદાણી ગ્રુપ પંપ-સ્ટોરેજ પ્રોજેક્ટ સ્થાપવા માટે રૂ. ૨૮,૦૦૦ કરોડનું રોકાણ કરશે. સિગરૌલી પ્લાન્ટમાં પાવર ક્ષમતા વધારવા માટે રૂ. ૩૦,૦૦૦ કરોડનું રોકાણ કરવામાં આવશે. પ્રણવ અદાણીએ કહ્યું કે આ પ્રયાસોને કારણે મયપ્રદેશમાં ૧૧,૦૦૦ નોકરીઓનું સર્જન થયું છે.
પ્રણવ અદાણીએ કહ્યું કે મયપ્રદેશને ભારતનું મુખ્ય રાજ્ય બનાવવું પડશે. મયપ્રદેશ દેશનું હૃદય છે અને ભવિષ્ય માત્ર મધ્યપ્રદેશનું છે. પીએમ મોદી આ દેશને ગૌરવના શિખરે લઈ જવા માટે સખત મહેનત કરી રહ્યા છે. આ સંકલ્પને પૂરો કરવા માટે મધ્યપ્રદેશ સીએમ મોહન યાદવના નેતૃત્વમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે, હું આપણા દેશના વેપારી સમુદાય સાથે મયપ્રદેશમાં રોકાણ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું, આનાથી મધ્યપ્રદેશ ની વધુ સારી પ્રગતિ અને સમૃદ્ધિ થશે, જે અગાઉ ક્યારેય બન્યું નથી. દેશના પ્રતિભાશાળી ઉદ્યોગપતિઓની ટીમ આવશે. તે રાજ્યને કાયાપલટ કરવા અને રાજ્યને ભારતનું મુખ્ય રાજ્ય બનાવવાના મુખ્ય પ્રધાનના વિઝનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
પ્રણવ અદાણીએ મધ્યપ્રદેશ ના મુખ્યમંત્રી મોહન યાદવ અને તેમની ટીમનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તેમને ઈન્વેસ્ટર સમિટ દ્વારા ભગવાન મહાદેવની ભૂમિના દર્શન કરવાનો આનંદદાયક અવસર મળ્યો છે. આ માટે તેમણે સીએમ મોહન યાદનો આભાર માન્યો અને કહ્યું કે ૫ હજાર વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલ ગીતાનું જ્ઞાન આજે પણ આપણા બધાને માર્ગદર્શન આપી રહ્યું છે. ભગવાન કૃષ્ણએ પણ તેમનું શિક્ષણ ઉજ્જૈનના સાંદીપનિ આશ્રમમાં મેળવ્યું હતું.