
નવીદિલ્હી,
બિઝનેસમેન ગૌતમ અદાણીની કંપની અંગે હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ રાજકારણ ગરમાયું છે. જેને લીધે અદાણીના શેરમાં પણ ભારે ઘટાડો થયો છે અને વિપક્ષે પણ સરકાર પર હુમલો કર્યો છે. ગુરુવારે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ડીએમકે, શિવસેના, જેડિયુ, એનસીપી સહિતની પાર્ટીએ એક સાથે મિટિંગ કરી હતી. આ બેઠકમાં સંસગમાં અદાણી ગ્રુપ પર હિન્ડનબર્ગના રિપોર્ટ અંગે ચર્ચા કરવાની સહમત થયા છે.
આ પછી સંસદશરૂ થતાં દરેક વિપક્ષી દળોએ એક સૂરમાં અદાણી અંગે ચર્ચા કરવાની માગ કરી હતી અને હોબાળો કર્યો હતો. જેને લીધે લોક્સભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.
અદાણી ગ્રુપના શેરનું ધોવાણ થયું છે. ૧૩ પાર્ટીઓએ હિન્ડનબર્ગના રિપોર્ટ અંગે ચર્ચા કરવાની માગ કરી છે અને અદાણી ગ્રુપ પર મોટી ગરબડ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં થયેલી મીટિંગમાં સપા નેતા રામગોપાલ યાદવ, આપ સાંસદ સંજય સિંહ, શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી સહિત ઘણાં સાંસદ હાજર રહ્યા હતાં.
સીપીઆઈ નેતા બિનોય વિશ્ર્વમ સહિત ઘણાં સાંસદોએ ચર્ચા માટે સ્થનગન પ્રસ્તાવને નોટિસ પણ કર્યો છે. સંસદની કાર્યવાહી શરૂ થતાં જ હોબાળો મચી ગયો હતો. લોક્સભા સાથે જ રાજ્યસભાની કાર્યવાહી પણ સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે વિપક્ષી પાર્ટીની આ વિરોધ સંસદથી રોડ સુધી લઈ જવાનો નિર્ણય કર્યો છે. સદનની કાર્યવાહી સ્થગિત થયા પછી વિપક્ષીદળોએ વિજય ચોક પર પ્રદર્શન કર્યું. આ અવસરે ખડગેએ કહ્યું કે, અમે ચર્ચાની માગ કરી હતી. જેની મંજૂરી મળી નહીં. તેમણે કહ્યું કે, દેશમાં આથગ ઘોટાળો છે અને તેની તપાસ થવી જોઈએ.
સીપીઆઈ સાંસદે તેમની સ્થગન નોટિસમાં કહ્યું કે, જનતાના રૂપિયા રિસ્ક પર છે. લોકોના રૂપિયા ડૂબવાનો ખતરો ઊભો થયો છે. તેમણે કહ્યું કે, આ ગંભીર મામલો છે. જેના પર તાત્કાલિક ચર્ચા કરવી જરૂરી છે. તેમણે કહ્યું કે, અદાણી ગ્રુપની કંપનીઓનો જે હાલ છે. તેને લીધે સામાન્ય લકોની મોટી રકમ ડૂબવાનો ખતરો ઉભો થઈ ગયો છે. ખાસ તો એલઆઇસી જેમણે રોકાણ કર્યું છે અને તેમની મૂડી ડૂબવાનો ખતરો છે. જેનાથી સામાન્ય રોકાણકારોને મોટો આઘાત લાગી શકે છે.
લોક્સભામાં કોંગ્રેસ સાંસદ મણિકમ ટાગોરે પણ કાર્યસ્થગનની નોટિસ આપી અદાણી એન્ટરપ્રાઇઝ મુદ્દે ચર્ચાની માગ કરી છે. કોંગ્રેસ સાંસદે મનીષ તિવારીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, અદાણી પ્રકરણ મામલે સંયુક્ત સંસદીય સમિતિનું ગઠન થવું જોઈએ. આ સત્રમાં વિપક્ષી દળ ચીન, મોંઘવારી, બેરોજગારી, અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા મુદ્દા, કેન્દ્ર-રાજ્ય સંબંધ જેવા મુદ્દે સરકારને ઘેરી શકે છે. મનીષ તિવારીએ ચીન મુદ્દે ચર્ચાની માગ કરી કાર્યસ્થગન નોટિસ આપી છએ. સંસદનું બજેટ સત્ર મંગળવારથૂ શરૂ થયું છે. સત્રનો પહેલો ભાગ ૧૩ ફેબ્રુઆરી સુધી હશે. ૧૪ ફેબ્રુઆરીથી ૧૨ માર્ચ સુધી સદનમાં કાર્યલવાહી થશે નહીં. બજેટ સત્રનો બીજો ભાગ ૧૩ માર્ચથી શરૂ થશે અને ૬ એપ્રિલ સુધી ચાલશે.