અદાણી અને પીજીટીઆઈ ઇન્વિટેશન ગોલ્ફ ચેમ્પિયનશિપ યોજશે

અદાણી ગ્રુપ વ્યવસાયિક ગોલ્ફની સત્તાવાર મંજૂરી આપતી સંસ્થા, પ્રોફેશ્નલ ગોલ્ફ ટૂર ઓફ ઇંડીયા (પીજીટીઆઈ) ના સહયોગમાં ‘અદાણી ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025’ ના આયોજન સાથે ભારતીય વ્યાવસાયિક ગોલ્ફમાં ભારતીય ખેલ જગતમાં પ્રવેશ કરશે. ગોલ્ફની રમતને લોકભોગ્ય અને સાર્વજનિક બનાવી તેના વ્યાપને વિસ્તારવા માટે જરુરી પ્રોત્સાહન પુરુ પાડીને ગોલ્ફની રમતને મુખ્ય પ્રવાહની રમત તરીકે પ્રસ્થાપિત કરી વધારવાનો અને ભારતમાંથી વૈશ્વિક ચેમ્પિયનની આગામી પેઢીને તેમાં કેળવવાનો અદાણી સમૂહની આ પહેલ ઇરાદો ધરાવે છે.

₹ 1.5 કરોડના પ્રાઇઝ મની સાથેની આ ચેમ્પિયનશીપની ઉદ્ઘાટકીય ટૂર્નામેન્ટ તા.૧લી એપ્રિલથી ૪ એપ્રિલ દરમિયાન ગ્રેટર નોઇડા ખાતેના જેપી ગ્રીન્સ ગોલ્ફ એન્ડ સ્પા રીસોર્ટ ખાતે યોજાશે. આ સાથે પીજીટીઆઇ આ સ્થળે ૧૧ વર્ષના લાંબા ગાળા બાદ પુનરાગમન કરશે.

અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના ડાયરેક્ટર શ્રી પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે, ભારતીય વ્યાવસાયિક ગોલ્ફના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહેલા કપિલ દેવ અને પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઈન્ડિયા (પી.જી.ટી.આઈ.) સાથે હાથ મિલાવવાનો અમોને આનંદ છે. અમારું ધ્યેય ગોલ્ફમાં ભારતીય વૈશ્વિક ચેમ્પિયન્સને વિશ્વ કક્ષાની તાલિમ આપી સજ્જ કરવા અને રમવાની વધુ તકો ઉપલબ્ધ કરાવવા માટે તેમણે પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.

પીજીટીઆઈના પ્રમુખ શ્રી કપિલ દેવે અદાણી ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025ના આરંભ સાથે ભારતમાં પ્રોફેશનલ ગોલ્ફને સહયોગ આપવા માટે અદાણી સમૂહનો આભાર માન્યો હતો.તેમણે જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા વ્યવસાયિક ગૃહોમાંના એક એવા અદાણી સમૂહનું સમર્થન પીજીટીઆઈને ભારતના વધુ ચેમ્પિયન ગોલ્ફરો બનાવવામાં મદદ કરશે, જેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર દેશને ગૌરવ અપાવશે. કપિલદેવે આશા વ્યક્ત કરી હતી કે ટુર્નામેન્ટ દરમિયાન ગોલ્ફ ચાહકો તેમના માનિતા ખેલાડીઓની રમતને નિહાળવા મોટી સંખ્યામાં આવશે.

અદાણી ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપને પી.જી.ટી.આઈ. માટે એક વોટરશેડ ક્ષણ ગણાવતા પી.જી.ટી.આઈ.ના સી.ઇ.ઓ.શ્રી અમનદીપ જોહલે જણાવ્યું હતું કે આ સહયોગ ગોલ્ફ ટૂરના દરજ્જાને નવી ઉંચાઇએ લઇ જશે. આ રમત માટે વધુ તકો ઉભી કરવા માટે પી.જી.ટી.આઈ.ના વિઝનમાં જોડાવવા માટે અમારા ટાઇટલના પ્રયોજક અદાણી સમૂહનો તેમણે આભાર માન્યો હતો. એક આકર્ષક પ્રાઇઝ મની સાથે જેપી ગ્રીન્સ રીસોર્ટસમાં ગોલ્ફ રમતના ઉત્કૃષ્ટ વાતાવરણ વચ્ચે અદાણી ઇન્વિટેશ્નલ ગોલ્ફ ચેમ્પિયનશિપ ૨૦૨૫ વિશિષ્ટ ગોલ્ફીન એકશન સાથે એક યાદગાર સપ્તાહ બની રહેશે

29 માર્ચ 2025 ના રોજ અમદાવાદમાં બેલ્વેડેરે ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે પ્રી-ટૂર્નામેન્ટ ઇવેન્ટ યોજાશે. આ ઇવેન્ટ સાથે પાંચ અગ્રણી પીજીટીઆઈ પ્રોફેશનલ્સ એક ગોલ્ફ ક્લિનિકનું આયોજન કરશે જે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના 50 બાળકોને રમતનો પરિચય આપશે. ગોલ્ફિંગ પ્રતિભા વિકસાવવા અને ભારતીય ગોલ્ફને આગળ વધારવા માટે અદાણી જૂથ અને પીજીટીઆઈની સમાન દ્રષ્ટિને ઉજાગર કરવા માટે એક સમયના ક્રિકેટ લિજેન્ડ અને હાલ પીજીટીઆઇના પ્રમુખ કપિલ દેવ આ કાર્યક્રમમાં હાજર રહેશે

અમદાવાદની બેલ્વેડેરે ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે અદાણી-પીજીટીઆઈ સંયુક્ત ગોલ્ફ ટ્રેનિંગ એકેડેમીની સ્થાપના સુધી આ ભાગીદારી વિસ્તરી છે. આ પહેલ એ તળ સુધીના વિકાસ પ્રત્યેની અદાણીની પ્રતિબદ્ધતા સાથે સંકળાવા સાથે 2036ની ઓલિમ્પિકની યજમાની કરવાના ભારતના દાવાને ટેકો આપે છે, જે ભારતીય પ્રેક્ષકોની આકાંક્ષાઓના ગંજારવના જૂથના વ્યાપક લક્ષ્યને પ્રતિબિંબિત કરે છે.