- સરકાર અનેક જુના અને નિરર્થક કાયદાને હટાવવાનો પ્રયાસ કરી રહી છે.
ઉદયપુર,
કેન્દ્રીય કાનુન અને ન્યાય મંત્રી કિરેન રિજીજૂએ અદાલતોમાં લંબિત મામલાની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમનું મંત્રાલયે આ મુદ્દાના સમાધાન માટે અનેક પગલા ઉઠાવ્યા છે.તેમણે સાથે જ કહ્યું કે આવનારા દિવસોમાં વધુ પગલા ઉઠાવવામાં આવશે મંત્રીએ કહ્યું કે અદાલતોમાં લંબિત મામલાની સંખ્યાને ઓછી કરવાનું મુખ્ય સ્ત્રોત ટેકનોલોજી છે અને અદાલતોને પેપરલેસ બનાવવા માટે દેશભરમાં અદાલતોને પ્રૌદ્યોગિકીથી સજજ કરવામાં આવી રહ્યું છે.
મામલાની સંખ્યા ઓછી કરવાના સવાલ પર રિજીજુએ કહ્યું કે અમે તે તરફ વધી રહ્યાં છીએ હવે અમે તેને અંતિમ રૂપ આપી રહ્યાં છીએ હાઇકોર્ટ્સ,લોવર કોર્ટ્સ અને ટ્રાઇબ્યુનલ્સને ટેકનોલોજીથી સજજ કરવામાં આવી રહી છે.ઇ અદાલતોના બીજા તબક્કાની સફળતાના કારણે જ કોરોના મહામારી દરમિયાન વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી થઇ.ઉદયપુરના મોહનલાલ સુખાડિયા વિશ્ર્વ વિદ્યાલલય ઉદયપુરમાં ભારતમાં સતત વિકાસ ક્રમાગત ઉન્નતિ અને કાનુની પરિપ્રેક્ષ્ય વિષયક સંમેલનને સંબોધિત કરતા રિજીજૂએ કહ્યું કે અનેક હાઇકોર્ટે મીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી કરવામાં સારૂ કામ કર્યું છે..
રિજીજુએ કહ્યું કે દેશની અદાલતોમાં લંબિત મામલાની સંખ્યા ૪.૯૦ કરોડને પાર કરી ગઇ છે જે દરેક સમયે તેમને પરેશાન કરે છે.તેમણે કહ્યું કે કોઇ પણ રાષ્ટ્ર,કોઇ પણ સમાજમાં આટલા બધા મામલા લંબિત થવા બિલકુલ સારી વાત નથી તેના અનેક કારણ છે.આ અમારી વ્યવસ્થાને પણ શોભા આપતી નથી મામલો લંબિત હોવાના અનેક કારણ છે અને તેના સમાધાનના પણ અનેક રસ્તા છે જેમાં સૌથી મોટું ટેકનીક છે આ ઉપરાંત પણ મંત્રાલય અનેક વસ્તુઓ પર કામ કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં અમે કંઇક અન્ય પગલા ઉઠાવી રહ્યાં છીએ.
રિજીજૂએ સુચન કર્યું છે કે મામલાના ઉકેલનનો દર નિર્ણય કરવાની ગતિ વધારવી જોઇએ તેમણે કહ્યું કે ભારતમાં જજો માટે સ્થિતિ આજે ખુબ વિકટ છે એક એક જજ જેટલા મામલા ઉતેલી શકે છે હું સમજુ છું કે આ બાકી લોકો માટે તો અસંભવ છે.જજ એક દિવસમાં ૫૦-૬૦ મામલાની સુનાવણી કરે છે તે એટલી મોટી સંખ્યામાં મામલાને ઉકેલે છે પરંતુ તેની બેગણી સંખ્યામાં નવા મામલા દરરોજ આવે છે લોકો પુછે છે કે આટલા મામલા લંબિત કેમ છે પરંતુ તેમને ખબર નથી કે જજોના આટલું કામ કરવા છતાં મામલા લંબિત છે તેમાં જજોની નહીં સિસ્ટમની ભુલ છે.
કાનુન મંત્રીએ કહ્યું કે સરકાર અનેક જુના અને નિરર્થક કાયદાને હટાવવાનો પ્રયાસ કરી રહી છે તેમણે કહ્યું કે અમે તે ગતિશીલ ન્યાયિક વ્યવસ્થા તરફથી વધી રહ્યાં છે જે આપણા દેશમાં હોવી જોઇએ ન્યાયપાલિકાને પેપરલેસ બનાવવાનું કામ ચાલી રહ્યું છે જે પર્યાવરણની દ્ષ્ટિથી પણ મહત્વપૂર્ણ છે.જે રીતે આપણે આપણું જીવન જીવી રહ્યાં છીએ તે આપણા અસ્તિત્વ માટે ખતરો બની ગયો છે.આથક વિકાસ હાંસલ કરવાની ઇચ્છા અને આપણી આસપાસ જે સારી વસ્તુ થઇ રહ્યું છે તે ડરાવનારૂ છે.