અડાદરા ગામમાં આર.સી.સી. રોડમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર રોડ બનાવ્યાના ગણતરીના દિવસોમાં ધોવાયને કપચી બહાર

  • કાલોલ એસ.ઓ.ની કોન્ટ્રાકટર અને તલાટીઓ સાથે સાંઠગાંઠની લોકોમાં ચર્ચા.
  • કાલોલ એસ.ઓ.ને કોન્ટ્રાકટર તેમજ તલાટીઓ સરપંચ પરસાદ આપતા હોવાની લોકોમાં ચર્ચા.
  • કાલોલ એસ.ઓ. દ્વારા કોન્ટ્રાકટરના ભ્રષ્ટાચારના કામો સામે આંખ આડા કાન કરતા હોવાની ચર્ચા.
  • કાલોલ એસ.ઓ. દ્વારા કોન્ટ્રાકટર ને ભ્રષ્ટાચાર કરવા લાયસન્સ આપ્યું હોવાની ચર્ચા.

કાલોલ તાલુકાના અડાદરા ગ્રામ પંચાયતમાં કોન્ટ્રાકટર અને તલાટી ક્રમ મંત્રી દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર 15માં નાણાં પંચ યોજના હેઠળ બનેલ રોડ માત્ર ગણતરીના થોડા દિવસમાં સીમેન્ટ ધોવાતા કપચી, રેતી બહાર નીકળી જતા કોન્ટ્રાકટર અને તલાટી ક્રમ મંત્રીનો ભ્રષ્ટાચારની પોલ ખુલી અડાદરા ગામમાં આવેલ સુથાર ફળીયામાં કોન્ટ્રાકટર દ્વારા લેવલિંગ કર્યા વગર હલકીકક્ષાનું મટીરીયલ વાપરી સરકારી ધારાધોરણ મુજબ આર.સી.સી. રોડની કામગીરી કરવામાં આવી ન હતી. જેથી આર.સી.સી. રોડનો સિમેન્ટ ધોવાતા રોડની કપચી બહાર આવી હતી અને રોડનું લેવલિંગ ન હોવાથી આર.સી.સી. રોડ ઉપર વરસાદી પાણીના ખાબોચિયા ભરાયા હતા. જેથી સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત સતાવી રહી છે. ત્યારે કાલોલ તાલુકા પંચાયતના એસ.ઓ. દ્વારા માત્ર ઓફિસમાં બેસી ભ્રષ્ટાચારની કોઈ પણ જાતની તપાસ કે સ્થળ નિરક્ષણ કર્યા વગર કોન્ટ્રાકટર પાસેથી પરસાદ મેળવતા હોય તેવું લાગી રહયું છે અને કાલોલ તાલુકા પંચાયત એસ.ઓ. ને તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈપણ સ્થળનું નિરક્ષણ કર્યા વગર આડેધડ કામોના બીલો પાસ કરવાનું લાયસન્સ આપી દીધું હોય તેવું લાગી રહયું છે .