મુંબઇ, અભિનેત્રી અદા શર્મા આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ’બસ્તર: ધ નક્સલ સ્ટોરી’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં, કાસ્ટ પોસ્ટર અને ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેણે ચાહકોની ઉત્તેજના વધારી દીધી હતી. હાલમાં જ જવાહર લાલ નેહરુ યુનિવર્સિટીમાં બસ્તરનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન ઘણો હોબાળો થયો હતો.
રાષ્ટ્રીય કલા મંચ જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી કેમ્પસમાં બસ્તર ધ નક્સલ સ્ટોરી ની પ્રી-રીલીઝ સ્ક્રીનીંગનું આયોજન કરી રહ્યું છે. આ ફિલ્મ ૧૫ માર્ચે રિલીઝ થવાની છે. ફિલ્મના સર્જનાત્મક દિગ્દર્શક અને નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ, દિગ્દર્શક સુદીપ્તો સેન અને મુખ્ય અભિનેતા અદાહ શર્માએ પણ પ્રી-રીલીઝ સ્ક્રીનીંગમાં પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો. સ્ક્રીનિંગ દરમિયાન જેએનયુમાં હંગામો શરૂ થયો છે. જીહ્લૈંના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ ફિલ્મના સ્ક્રીનિંગનો વિરોધ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ સ્થળની અંદર પ્રવેશ પર રોક લગાવી દીધી છે. એસએફઆઈએ બે વખત ઓડિટોરિયમની લાઈટો પણ કાપી નાખી હતી. જેથી ફિલ્મનું સ્ક્રિનિંગ અટકાવી શકાય.
અભિનયની સાથે, અભિનેત્રી અદા શર્મા, જે માર્શલ આર્ટ્સમાં નિપુણ છે, આગામી ફિલ્મ ’બસ્તર ધ નક્સલ સ્ટોરી’ એક વિષય પર આધારિત ફિલ્મ છે જેને મુખ્ય પ્રવાહના સિનેમામાં બહુ ઓછું યાન આપવામાં આવ્યું છે. એ જાણીતી હકીક્ત છે કે છેલ્લા પાંચથી છ દાયકામાં, નક્સલવાદી હુમલામાં માર્યા ગયેલા સુરક્ષા જવાનોની સંખ્યા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા કરતાં વધુ છે.
તમને જણાવી દઈએ કે ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ ફિલ્મને પ્રોપેગન્ડા ગણાવી છે. જો કે અભિનેત્રીએ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે. અભિનેત્રીએ કહ્યું, જ્યારે તમે બસ્તરમાં ૈંઁજી નીરજા માધવન જેવી કઠિન પોલીસની ભૂમિકા ભજવો છો, ત્યારે હું ઈચ્છું છું કે લોકો એવું વિચારે કે મેં તેને સૌથી મજબૂત, સૌથી નીડર અને શક્તિશાળી રીતે દર્શાવી છે. હું ઈચ્છું છું કે લોકો ફિલ્મમાં મારા દરેક શબ્દ પર વિશ્ર્વાસ કરે.
અદાએ આગળ કહ્યું, ’એકવાર લોકો ફિલ્મ જોશે પછી તેઓ સમજી જશે કે તે શું છે. પરંતુ મેં ધ કેરળ સ્ટોરી દરમિયાન કહ્યું તેમ, આ લોકશાહી છે. લોકો મૂવી જોવાનું પસંદ કરી શકે છે કે નહીં. તેઓ ફિલ્મ જોયા પછી ટિપ્પણી કરી શકે છે. જે લોકો ફિલ્મ જોયા વગર કોમેન્ટ કરી રહ્યા છે તેમને પણ આપણે માન આપવું જોઈએ કારણ કે તે તેમની પસંદગી છે.