મુંબઇ, ’લાઈફ ઓફ પાઈ’ અને ’નેમસેક’ જેવી અંગ્રેજી ફિલ્મોમાં કામ કર્યા બાદ બોલિવૂડ એક્ટ્રેસ તબ્બુ હવે અમેરિકન ટીવીની દુનિયામાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર, તબ્બુને ’ડ્યૂન: પ્રોફેસી’માં એક રોલ માટે કાસ્ટ કરવામાં આવી છે. આ પાત્ર અગાઉ પણ આ સિરીઝમાં હતું. પરંતુ તબ્બુને કાસ્ટ કર્યા બાદ આ પાત્રને નવો ચહેરો મળવા જઈ રહ્યો છે.
વર્ષ ૨૦૧૯માં, આ ટીવી સિરીઝ ડ્યુન: ધ સિસ્ટરહુડ નામથી શરૂ કરવામાં આવી હતી. આ સિરીઝ બ્રાયન હર્બર્ટ અને કેવિન જે. એન્ડરસનના પુસ્તક સિસ્ટરહુડ ઓફ ડ્યુન પર આધારિત છે. આ એક સાયન્સ ફિક્શન ડ્રામા છે જે દર્શકો સમક્ષ ડ્યૂનની અનોખી દુનિયા રજૂ કરે છે. આ સિરીઝમાં સિસ્ટર ફ્રાન્સેસ્કાનો ઉલ્લેખ અત્યાર સુધી ઘણી વખત કરવામાં આવ્યો છે. સિસ્ટર ફ્રાન્સેસ્કા ’ડ્યુન: પ્રોફેસી’નું એક પાત્ર છે જે તેના સમ્રાટને ખૂબ પ્રેમ કરતી હતી. તબ્બુ આ સિરીઝમાં ’સિસ્ટર ફ્રાન્સેસ્કા’નું પાત્ર ભજવતી જોવા મળશે. જે માત્ર સુંદર જ નથી પરંતુ એક સ્ટ્રોંગ અને સ્માર્ટ મહિલા છે.
તબ્બુની આ સિરીઝમાં એમિલી વોટસન, ઓલિવિયા વિલિયમ્સ, ટ્રેવિસ ફિમેલ, જોહદી મે, માર્ક સ્ટ્રોંગ, સારા-સોફી બૌસ્નીના, જોશ હ્યુસ્ટન, ક્લો લી, જેડ અનૌકા, ફોલિન કનિંગહામ, એડવર્ડ ડેવિસ, એઓફ હિન્ડ્સ, ક્રિસ મેસન, શાલોમ અને બ્રુને ફ્રેક્ધલિન જેવા ઘણા હોલીવુડ કલાકારો જોવા મળશે. આ અમેરિકન ટીવી સીરીઝ સિવાય તબ્બુની આગામી હિન્દી ફિલ્મોની વાત કરીએ તો ’ક્રુ’ની સફળતા બાદ હવે અભિનેત્રી ફિલ્મ ’ઓરો મેં કહાં દમ થા’માં મોહિની સિંહ ચૌધરીની ભૂમિકા ભજવવા જઈ રહી છે.