
પોલીસે અભિનેત્રી રકુલ પ્રીત સિંહના ભાઈ અમન પ્રીત સિંહને ચાર અન્ય લોકો સાથે કથિત ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી છે. તેલંગાણા એન્ટી નાર્કોટિક્સ વિભાગે તેમની પાસેથી લગભગ ૨.૬ કિલોગ્રામ કોકેઈન જપ્ત કર્યું છે. કહેવાય છે કે આ વેચાણ માટે હૈદરાબાદ લાવવામાં આવ્યું હતું.ઈડીએ ગત વર્ષે રકુલ પ્રીત સિંહને માદક પદાર્થોની તસ્કરી અને ઉપભોગ મામલામાં પૂછપરછ કરી હતી. આ સંબંધમાં તપાસ એજન્સીએ ૩૩ વર્ષીય અભિનેત્રીનું નિવેદન ૨૦૨૨ અને ૨૦૨૧માં નોંધ્યું હતું.
અમન પ્રીત સિંહ, અનિકેત રેડ્ડી, પ્રસાદ, મધુસુદન અને નિખિલ દમન તરીકે ઓળખાયેલા તમામ પાં આરોપી હાલમાં પોલીસની ધરપકડમાં છે અને મેડિકલ તપાસ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રાજેન્દ્ર નગર ઝોનના સાઈબરાબાદ પોલીસના ડીસીપી શ્રીનિવાસે કહ્યું કે, ડ્રગ્સના કસ્ટમર તરીકે અમે પાંચ લોકોની ધરપકડ અને તેમને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા. પેશાબ ટેસ્ટ કિટમાં તમામ પોઝિટિવ આવ્યા છે. તમામની ધરપકડ થઈ ગઈ છે. અમે તેમને વિસ્તૃત મેડિકલ ટેસ્ટ માટે મોકલી રહ્યા છીએ.