વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડીયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ચમકી રહ્યો છે. પહેલા ઈંગ્લેન્ડ અને આજે શ્રીલંકાના ડાંડિયા ડૂલ કરાવી નાખનાર શમી પર એક વિદેશી એક્ટ્રેસ ફિદા થઈ હોવાનું લાગી રહ્યું છે. અફઘાનિસ્તાની એક્ટ્રેસ વજમા આયુબીએ શમીના બોલિંગના ભરપેટ વખાણ કર્યાં છે. વજમા આયુબીએ શમીને ગ્રાઉન્ડનો માલિક ગણાવ્યો અને તેને એક શાનદાર બોલર ગણાવ્યો હતો. વજમા આયુબીનું આવું કહેતાથી સાથે સોશિયલ મીડિયામાં તેમના અફેરની ચર્ચા ઉપડી છે.
વજમા આયુબીએ શમીને ગ્રાઉન્ડનો માલિક ગણાવીને તેની બોલિંગના વખાણ કર્યાં છે.
ઈંગ્લેન્ડ બાદ શ્રીલંકા સામેની મેચમાં પણ શમી છવાઈ ગયો હતો. શમીએ શ્રીલંકાને 5 મોટા ખેલાડીઓને આઉટ કરીને ભારતને મહા જીત અપાઈ હતી.
ઉલ્લેખનીય છે કે મોહમ્મદ શમીને તેની પત્ની હસીન જહાં સાથે કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. હસીન જહાંનો જાહેરમાં આરોપ હતો કે શમીને અનેક મહિલાઓ સાથે સંબંધ છે. તેમનું લગ્નજીવન ભંગાણને આરે છે.