મુંબઇ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામી, એક્ટ્રેસ કંગના રનૌત અને કેબિનેટ મંડળ સાથે ફિલ્મ ’તેજસ’ જોઈ. આ ફિલ્મમાં બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે ઈન્ડિયન એરફોર્સ પાઈલટની ભૂમિકા ભજવી છે. દેશભક્તિથી ભરેલી આ ફિલ્મ સીએમ યોગી આદિત્યનાથે તેમના અન્ય કેબિનેટ સાથીદારો સાથે આ ફિલ્મ જોઈ હતી.
આ પહેલા તેને મે મહિનામાં લોક ભવનમાં મંત્રીઓ સાથે સમાજની વાસ્તવિક્તા દર્શાવતી ’ધ કેરલા સ્ટોરી’ પણ જોઈ હતી.મુખ્યમંત્રીએ કંગના રનૌતને ભેટ આપીને તેનું સન્માન કર્યું હતું.હિન્દી ફિલ્મ તેજસ ભારતીય વાયુસેનાની અદમ્ય હિંમતની વાર્તા છે. આ ફિલ્મમાં એક્ટ્રેસ કંગના રનૌતે એરફોર્સ ઓફિસર તેજસ ગિલની ભૂમિકા ભજવી છે.
તેજસ ગિલ ભારતીય એજન્ટને બચાવવાના મિશન પર પાકિસ્તાન જાય છે. આ ફિલ્મ ૨૭ ઓક્ટોબરે રિલીઝ થઈ હતી. સીએમ યોગી આદિત્યનાથે આ ફિલ્મની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક, કેબિનેટ મંત્રી સૂર્ય પ્રતાપ શાહી, નંદગોપાલ ગુપ્તા ’નંદી’, આશિષ પટેલ, ચૌધરી લક્ષ્મીનારાયણ, ધર્મપાલ સિંહ, રાકેશ સચાન, જિતિન પ્રસાદ હાજર રહ્યા હતા.આ સિવાય સંજય નિષાદ, ગુલાબ દેવી, જયવીર સિંહ, દયાશંકર સિંહ, ધર્મવીર પ્રજાપતિ, રજની તિવારી, બ્રિજેશ સિંહ વગેરે હાજર રહ્યા હતા.