
મુંબઇ : બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન ગણપતિ સેલિબ્રેશનમાં વ્યસ્ત છે. ઘણા સેલેબ્સ તેમના ઘરે ગણપતિ બાપ્પાને લઈને આવ્યા છે અને તેઓ ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છે.સારા અલી ખાનેપૂર્વ બોયફ્રેન્ડ કાર્તિક આર્યનના ઘરે જઈને બધાને ચોંકાવી દીધા હતા. સારા બાપ્પાના દર્શન કરવા કાર્તિક આર્યનના ઘરે ગઈ હતી. ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા અને રવિના ટંડનની દીકરી રાશા થડાની પણ તેમની સાથે હતી.
મનીષ મલ્હોત્રાએ બ્લુ કલરના કુર્તા અને સફેદ પાયજામા સાથે બ્લેક જેકેટ પહેર્યું હતું. જ્યારે સારાએ પિંક કલરનો સૂટ પહેર્યો હતો.સારા ગુલાબી સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. સારાએ ચાહકો સાથે પોઝ પણ આપ્યા હતા.સારાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સારા સિવાય ઘણા સેલેબ્સ પણ કાર્તિક આર્યનના ઘરે પહોંચ્યા હતા. ’લવ આજ કલ ૨’ ફિલ્મ ફ્લોપ થયા બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. જે બાદ બંને લાંબા સમય સુધી સાથે જોવા મળ્યા ન હતા.