એક્ટ્રેસને બોડીગાર્ડેએ ચારે તરફથી ઘેરી લીધી, અસહજ થતા બોલી, ’મહેરબાની કરીને ધક્કો ન મારો’

મુંબઇ,મલાઈકા અરોરા આજકાલ દુબઈમાં છે. હાલમાં જ એક્ટ્રેસે ત્યાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ઈવેન્ટ પછી તેણે ચાહકો સાથે વાતચીત પણ કરી, ત્યારે જ લોકોએ તેને સેલ્ફી લેવા માટે ઘેરી લીધી હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

વીડિયોમાં મલાઈકા ચાહકોથી ઘેરાયેલી જોવા મળી રહી છે. આ દરમિયાન કેટલીક મહિલાઓએ તેની સાથે સેલ્ફી લઈ રહી હતી. આસપાસ વધુ ભીડ એકઠી થવા લાગી. બોડીગાર્ડે તેને ચારે બાજુથી ઘેરી લીધી હતી. આ દરમિયાન તે એકદમ અસહજ દેખાઈ રહી છે. વીડિયોમાં મલાઈકા નારાજ થઈ ગઈ છે અને ફેન્સને કહે છે, ’ટેક ઈટ ઈઝી, ટેક ઈટ ઈઝી’. આ દરમિયાન કેટલાક લોકો સેલ્ફી લેવા માટે એકબીજા સાથે ધક્કામુક્કી કરવા લાગ્યા. ત્યારે મલાઈકાએ કહ્યું, ’પ્લીઝ ડોન્ટ પુશ ધ લેડીઝ’.

મલાઈકા અરોરા તાજેતરમાં તેના OTT ડેબ્યૂ રિયાલિટી શો ’મૂવિંગ ઇન વિથ મલાઈકા’માં જોવા મળી હતી. ફેન્સને પણ આ શો ઘણો પસંદ આવ્યો. આ સિવાય તે ગુરુ રંધાવાના તાજેતરમાં રિલીઝ થયેલા ગીત ’તેરા કી ખયાલ’માં જોવા મળી હતી. પર્સનલ લાઈફ વિશે વાત કરવામાં આવે તો, મલાઈકાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા, ત્યારબાદ બંનેએ ૨૦૧૭માં છૂટાછેડા લીધા. હવે તે બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર સાથે ૨૦૧૯થી રિલેશનશિપમાં છે.