અભિનેત્રી અંક્તિા શોર્ટ્સ પહેરીને મંદિર પહોચી, જબરી ટ્રોલ થઇ

મુંબઇ, અંક્તિા લોખંડેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં તે શોર્ટ્સ પહેરીને મંદિરની બહાર જોવા મળી રહી છે. આ વીડિયોને લઈને અંક્તિા ટ્રેલ્સના નિશાના પર આવી ગઈ છે. ટીવી બાદ હવે બોલિવુડમાં પોતાના પગ જમાવવાનો પ્રયત્ન કરી રહેલી અંક્તિા લોખંડે એક વખત ફરી ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા અંક્તિા બિગ બોસ ૧૭ને લઈને ચર્ચામાં હતી. શોમાં તે પોતાના બિઝનેસમેન પતિ વિક્કી જૈનની સાથે પહોંચી હતી.

રિયાલિટી શોમાં બન્નેની વચ્ચે સતત ખટ-પટ જોવા મળી. હવે અંક્તિા પોતાના એક લેટેસ્ટ વીડિયોને લઈને ચર્ચામાં છે. આ વીડિયોમાં અભિનેત્રીને શોટ્સ પહેરીને એક મંદિરની બહાર જોઈ શકાય છે. શોટ્સ પહેરીને મંદિર જવા પર અંક્તિા લોખંડે ખૂબ જ ટ્રોલ થઈ રહી છે.

મુંબઈમાં એક મંદિરથી બહાર નિકળતા અંક્તિાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે શોટ્સ પહેરેલી જોવા મળી રહી છે. હવે અંક્તિા શોટ્સ પહેરીને મંદિર જવાના કારણે ટ્રોલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર અમુક લોકોને એક્ટ્રેસનું આમ ટૂંકા કપડા પહેરીને મંદિર જવું પસંદ નથી આવ્યુ અને અભિનેત્રીને નિશાન પર લેવાનું શરૂ કરી દીધુ છે.

વીડિયોના કમેન્ટ સેક્શનમાં એક યુઝરે લખ્યું- શું કપડા પહેર્યા છે. એક અન્ય યુઝરે લખ્યું- મંદિરમાં આવા કપડા પહેરીને કોણ જાય? અન્ય એક યુઝરે લખ્યું, સંસ્કાર ક્યાં ગયા આમના?