
અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર વચ્ચેની નિકટતા જગજાહેર હતી. અનન્યાના પિતા ચંકી પાંડે સહિતનો પરિવાર બંનેના સંબંધો અંગે જાણતો હતો અને આદિત્યને પસંદ પણ કરતો હતો. પાંડે પરિવારની વેકેશન ટૂરમાં પણ આદિત્ય સાથે જોવા મળ્યો હતો. આમ, અનન્યા-આદિત્યની જોડી લાંબો સમય ટકી રહે તેવી શક્યતા હતી. જો કે આ સંબંધ લાંબુ ટક્યો નહીં અને તેમની વચ્ચે બ્રેક અપ થયું.
અનન્યા લાંબો સમય સિંગલ રહી અને પોતાની પસંદગીના પાર્ટનરની શોધ ચાલુ રાખી. દરમિયાન અમેરિકન મોડેલ વોકર સાથે તેનો પરિચય થયો અને નિકટતા વધી. તાજેતરમાં અનંત અંબાણીના વેડિંગ ફંક્શનમાં અનન્યા અને વોકર સાથે જોવા મળ્યા હતા. અનન્યાએ પાર્ટનર તરીકે આ ફંક્શનમાં વોકરનો પરિચય કરાવ્યો હતો.
વોકર બ્લાક્ધો અમેરિકાના શિકાગોમાં રહે છે. ફેસબુક પ્રોફાઈલ મુજબ, તેનું મોટાભાગનું જીવન મિયામી-લોરિડામાં વીત્યું છે. તેણે અભ્યાસ લોરિડામાં કરેલો છે. વોકર અગાઉ મોડેલ રહી ચૂક્યો છે અને કેટલાક રિપોર્ટ્સ મુજબ હવે તે અંબાણી પરિવાર સાથે વનતારા જામનગરમાં કામ કરે છે. વોકર પ્રાણી પ્રેમી વ્યક્તિ છે અને ટ્રાવેલનો શોખ છે.
વોકર અને અનન્યાની મુલાકાત એક ક્રૂઝ પર થઈ હતી અને તેઓ ખૂબ ઝડપથી નિકટ આવ્યા હતા. અનંત અંબાણીના વેડિંગમાં અનન્યા અને વોકર સાથે ખૂબ નાચ્યા હતા. અનન્યાએ આ પ્રસંગે અનેક લોકોને વોકરનો પરિચય પોતાના પાર્ટનર તરીકે આપ્યો હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં અનન્યા અને આદિત્ય છૂટા પડ્યા હતા. છૂટા પડ્યા બાદ પણ તેમની વચ્ચે મિત્રતા રહી છે અને એકબીજાને દુભવ્યા વગર તેઓ આગળ વયા છે. અનન્યાના જીવનમાં વોકરનું આગમન થયું હોવાની માહિતી બહાર આવી છે, પરંતુ આદિત્યની પર્સનલ લાઈફ અંગે હજુ અપડેટ આવી નથી.