એક્ટ્રેસ અમિતાભ બચ્ચનના પૌત્ર અને કો-સ્ટાર અગત્સ્ય નંદાને ડેટ કરી રહી છે.

નવીદિલ્હી,

નવી દ્શાહરુખ ખાનની ફેન્સ તેની ફિલ્મ રિલીઝ થવાની રાહ તો જોઈ જ રહ્યા છે, પણ હવે તેની દીકરી સુહાના ખાનની ફિલ્મની પણ ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સુહાના જલ્દી ઝોયા અખ્તરની ફિલ્મ ’ધ આર્ચીઝ થી ડેબ્યૂ કરવાની છે. આ ફિલ્મના તમામ કાસ્ટ મેમ્બર્સમાં સુહાના ખાન સાથે બીજા પણ બે સ્ટારકિડ્સ સામેલ છે. શ્રીદેવીની દીકરી અને જાહ્નવી કપૂરની નાની બહેન ખુશી કપૂર તેમજ શ્ર્વેતા નંદાનો દીકરો અને અભિતાભ બચ્ચનનો પૌત્ર અગત્સ્ય નંદા પણ આ ફિલ્મની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. મળતી ખબરો અનુસાર શાહરુખ ખાનની દીકરી અને અમિતાભ બચ્ચનનો પૌત્ર રિલેશનશિપમાં છે. હાલમાં સામે આવેલી તસવીરો ફેન્સના દિમાગમાં આ વાત નાખી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, શાહરુખ ખાનની દીકરી અને અમિતાભ બચ્ચનનો પૌત્ર એકબીજાને ડેટ કરી રહ્યા છે. સુહાના ખાન અને અગત્સ્ય નંદા બંને મિત્ર તો છે જ, સાથે કો-સ્ટાર્સ પણ છે તેથી પણ કદાચ બંને સાથે રહેતા હોય.

જો તમે પણ એવું વિચારી રહ્યા છો કે આખરે આ ખબર ક્યાંથી સામે આવી છે, તો તમને જણાવી દઈએ કે સુહાના અને અગત્સ્યને ઘણીવાર એક્સાથે જોવામાં આવ્યા હતાં, ઘણી પાર્ટીઓમાં એક્સાથે ડાન્સ કરતા જોવા મળ્યા છે. હાલમાં જ, ક્રિસમસ પર કપૂર ખાનદાનના એન્યુઅલ ક્રિસમસ લંચ પર સુહાના અને અગત્સ્ય એક્સાથે પહોંચ્યા હતા અને બંને એક જ રંગના કપડાં પહેરીને ટ્વિન કરી રહ્યા હતાં. આ ફોટો પરથી ફેન્સે અંદાજો લગાવ્યો કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે બંનેમાંથી કોઈએ આ સંબંધ વિશે પુષ્ટિ કરી નથી અને ના આ સંબંધને નકાર્યો છે.