એક્ટર દીકરીને જોતા રડી પડ્યો:રણબીરને ભાવુક જોઈને આલિયા ભટ્ટ સહિત પરિવારની આંખો પણ ભીંજાઈ

મુંબઈ,
રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ છ નવેમ્બરના રોજ દીકરીના પેરેન્ટ્સ બન્યા છે. બંને માટે આ ક્ષણ ઘણી જ ભાવુક રહી છે. સૂત્રોના મતે રણબીરે જ્યારે પહેલી જ વાર દીકરીને હાથમાં લીધી તો તેની આંખમાંથી આંસુ વહેવવા લાગ્યા હતા. હંમેશાં મજાક-મસ્તીમાં રહેનારો રણબીર આ ક્ષણે એકદમ ભાવુક થઈ ગયો હતો. પતિની આંખમાં આંસુ જોઈને આલિયા પણ પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શકી નહોતી અને તે પણ રડવા લાગી હતી.

રણબીર-આલિયાને આ રીતે રડતાં જોઈને ભટ્ટ તથા કપૂર પરિવાર પણ ઇમોશનલ થઈ ગયો હતો. હોસ્પિટલમાં નીતુ સિંહ, આલિયાની બહેન શાહિન તથા માતા સોની રાઝદાન હતા. આ તમામ પણ પોતાની લાગણીને કંટ્રોલ કરી શક્યા નહોતા અને રડી પડ્યા હતા.દીકરીના જન્મની જાહેરાત સો.મીડિયામાં કરી આલિયાએ સો.મીડિયામાં સિંહ, સિંહણ તથા બાળ સિંહની તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને આલિયાએ કહ્યું હતું, ’અમારા જીવનના બેસ્ટ ન્યૂઝ આવી ગયા છે. અમારું બેબી આ દુનિયામાં આવી ગયું છે અને તે દીકરી છે. આ ખુશીને વ્યક્ત કરવી મુશ્કેલ છે. અમે બ્લેસ્ડ પેરેન્ટ્સ બની ગયા છીએ. પ્રેમ, પ્રેમ, પ્રેમ આલિયા તથા રણબીર.’આલિયાએ મુંબઈની ૐદ્ગ રિલાયન્સ હોસ્પિટલમાં પહેલેથી જ રૂમ બુક કરાવીને રાખ્યો હતો. છ નવેમ્બરના રોજ આલિયા તથા રણબીર સવારે સાડા સાત વાગે હોસ્પિટલ આવ્યા હતા. માનવામાં આવે છે કે આલિયાએ ઝ્ર સેક્શનથી દીકરીને જન્મ આપ્યો છે. જોકે, હજી સુધી પરિવારે આ અંગે કોઈ વાત કહી નથી.

ઉલ્લેખનીય છે કે આ જ હોસ્પિટલમાં રિશી કપૂર એડમિટ હતા અને તેમણે અહીંયાં અંતિમ શ્ર્વાસ લીધા હતા. આલિયા ભટ્ટે દીકરીને જન્મ આપ્યા હોવાના સમાચાર સામે આવતા જ સેલેબ્સ તથા ચાહકોએ શુભેચ્છા પાઠવી છે. અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, સોનમ કપૂર, અનુષ્કા શર્મા, માધુરી દીક્ષિત, મૌની રોય સહિતના સેલેબ્સે કપલને શુભેચ્છા પાઠવી હતી.

રણબીર તથા આલિયાએ પરિવાર તથા મિત્રોની હાજરીમાં ૧૪ એપ્રિલના રોજ લગ્ન કર્યાં હતાં. પાંચ વર્ષના ડેટિંગ બાદ બંનેએ લગ્ન કર્યાં હતાં. ૨૭ જૂનના રોજ આલિયાએ સો.મીડિયામાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયાએ હોસ્પિટલની તસવીર શૅર કરીને કહ્યું હતું કે તેમનું બાળક ટૂંક સમયમાં આવી રહ્યું છે. તસવીરમાં તે અલ્ટ્રા સાઉન્ડ કરાવતી હતી.