એક્ટિવા પર જતી યુવતીના ગળાના ભાગમાં ચાઈનીઝ દોરી આવી જતા મોત

રાજ્યમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે દર વર્ષે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. આમ છતાં ઉત્તરાયણ નજીક આવતા રાજ્યમાં ચાઈનીઝ દોરીનું ગેરકાયદે ક્યાંક ને ક્યાંક વેચાણ થતું હોય તેવું જણાય છે. આ વર્ષે પણ ઉત્તરાયણ નજીક આવતા ચાઈનીઝ દોરી કારણે મોતના સમાચાર સામે આવ્યા છે. ચાઇનીઝ દોરીએ નડિયાદમાં યુવતીનો ભોગ લીધો છે. 

નડિયાદના વાણિયાવાડથી ફતેપુરા જવાના રોડ પર ચાઈનીઝ દોરીના કારણે યુવતીનું મોત થયું છે. એક્ટિવા પર જતી યુવતીના ગળાના ભાગમાં ચાઇનીઝ દોરી આવતા મોત થયો છે. જેની ઉમંર 25 વર્ષ હતી, યુવતીના કમકમાટી ભર્યુ મોતથી પરિવારમાં શોકનું મોઝું ફરી વળ્યું છે.

મહીસાગરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચતા શખ્સને SOGએ ઝડપી પાડ્યો છે. બાલાસિનોરમાં ચાઈનીઝ દોરી અને તુક્કલનો વેપાર કરતા અબ્દુલ સમદ ખાનની પોલીસે ધરપકડ કરી છે. અત્રે જણાવીએ કે, ચાઈનીઝ દોરીની 59 ફિરકી સહિત 16 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

તો બીજી તરફ બોટાદમાં પણ LCBએ ટાટમ ગામેથી ચાઈનીઝ દોરી સાથે આરોપી ઝડપ્યો છે.  અજીત શેખલીયા પાસેથી 6 ચાઈનીઝ રીલ ઝડપાઈ છે, જે મુદ્દામાલને કબજે કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.