વરુણ ધવન સાથે જોડાયેલા મોટા સમાચાર છે. રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાને પાંસળીમાં ઈજા થઈ છે. પિતા ડેવિડ ધવનની અપકમિંગ ફિલ્મના શૂટિંગ દરમિયાન આ ઈજા થઈ હતી. હાલ મુંબઈમાં આ ફિલ્મનું પહેલું શૂટિંગ શેડ્યૂલ પૂરું થઈ ગયું છે. જે બાદ આગામી શૂટિંગ શેડ્યૂલ આ વર્ષે નવેમ્બરમાં થશે.
આ વચ્ચે, અભિનેતા તેની બીજી ફિલ્મ ’સની સંસ્કારી કી તુલસી કુમારી’નું શૂટિંગ પૂર્ણ કરશે. હાલમાં, અભિનેતા ડેવિડ ધવનની અનટાઈટલ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો. આ ફિલ્મમાં વરુણ ધવન સાથે મૃણાલ ઠાકુર લીડ રોલમાં છે. આ પહેલા વરુણે તેના પિતા અને ડેવિડ ધવન સાથે ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ’મેં તેરા હીરો’, ’જુડવા ૨’ અને ’કુલી નંબર ૧’ સામેલ છે.
આ ફિલ્મ સિવાય વરુણ ધવનની આગામી ફિલ્મ ’સની સંસ્કારી કી તુલસી કુમારી’ છે. આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક શશાંક ખેતાન છે. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર, સાન્યા મલ્હોત્રા, રોહિત સરાફ, મનીષ પોલ અને અક્ષય ઓબેરોય છે. આ સિવાય ફિલ્મ બેબી જોન છે. આ ફિલ્મનું નિર્દેશન એ. કલીશ્ર્વરન કરશે.
આ પહેલા વરુણ ધવન બે ફિલ્મોમાં કેમિયો તરીકે જોવા મળ્યો હતો, આ બે ફિલ્મો છે ’મુંજ્યા’ અને ’રોકી ઔર રાની કી પ્રેમ કહાની’. અગાઉ, તે ’બવાલ’માં જાહ્નવી કપૂર સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું હતું. લોકોને ફિલ્મની સ્ટોરી પણ ખૂબ પસંદ આવી હતી.