ઍક્ટરને ડેટ કરતાં તેઓ એકદમ વિચિત્ર વર્તન કરતા થઈ જાય છે : જાહ્નવી કપૂર

મુંબઇ, જાહ્નવી કપૂરનું કહેવું છે કે બૉલીવુડમાં ઍક્ટરને ડેટ કરવું ખૂબ જ વિચિત્ર છે. જાહ્નવીએ અગાઉ ઈશાન ખટ્ટરને ડેટ કર્યો હતો અને ત્યાર બાદ કાતક આર્યન સાથે પણ તે ચર્ચામાં રહી હતી. તે હાલમાં શિખર પહારિયાને ડેટ કરી રહી છે. જાહ્નવીએ ’કૉફી વિથ કરણ’માં તેની બહેન ખુશી કપૂરે હાજરી આપી હતી. આ શોમાં જાહ્નવીને કરણ જોહરે પૂછ્યું હતું કે ’તારી એક ફિલોસૉફી છે અને આપણે એ વિશે વાત પણ કરી છે કે તું ઍક્ટર્સને ડેટ કરવા નથી માગતી, કારણ કે તને લાગે છે કે એ ફક્ત અને ફક્ત મુશ્કેલીઓ લઈને આવે છે.’

આ વિશે જવાબ આપતાં જાહ્નવીએ કહ્યું કે ‘મારા માટે એ કેઓટિક છે. આ પ્રોફેશનમાં સ્થિરતા ખૂબ જ જરૂરી છે. હું પોતાને ખૂબ જ મહત્ત્વ આપું છું. આ પ્રોફેશન એવો છે જ્યાં તમારે પોતાની જાત સાથે હંમેશાં ઑબ્સેસ્ડ રહેવું પડે છે. એ તમારી તમામ એનર્જી લઈ લે છે. આથી લાઇફમાં તમારી પાસે એવી વ્યક્તિ હોવી જોઈએ જે તમને તમારી જાત સાથે રહેવાનો સમય આપે. જોકે ઍક્ટર્સને જ્યારે ડેટ કરી રહી હતી ત્યારે તેઓ કમ્પેટિટિવ બની જાય છે અને રિલેશનશિપમાં એકદમ વિચિત્ર થઈ જાય છે.’