એક્ટર આદિત્ય સિંહ રાજપૂતની બાથરૂમમાંથી મળી લાશ, ડ્રગ્સનો ઓવરડોઝ હોય શકે છે મોતનું કારણ!

મુંબઇ, લોકોને મનોરંજન આપતા એક અભિનેતા બાથરુમમાં મૃત અવસ્થામાં મળી આવ્યા છે. જાણીતા અભિનેતા, કાસ્ટિંગ ડાયરેક્ટર અને મોડલ આદિત્ય સિંહ રાજપૂતનું મૃત્યુ થયું છે. તેની લાશ અંધેરીમાં સ્થિત તેના ઘરના બાથરુમમાંથી મળી આવી છે. પણ તેના મૃત્યુનું કારણે એક રહસ્ય બન્યું છે.મળતી માહિતી અનુસાર ડ્રગ્સના ઓવરડોઝને કારણે તેનું મૃત્યુ થયું છે.

અભિનેતા આદિત્યના મિત્ર અને બિલ્ડિંગના વોચમેન તેને હોસ્પિટલમાં લઈને પહોંચ્યા હતા. પણ તે હોસ્પિટલ પહોંચે તે પહેલા ઘણું મોડું થઈ ગયું હતું. ડોક્ટરે અભિનેતાને મૃત જાહેર કર્યો હતો. મીડિયા રિપોર્ટસ અનુસાર આદિત્ય સિંહ રાજપૂતનું મોત ડ્રગ્સને કારણે થયું છે કે નહીં તેની તપાસ હાલમાં પોલીસ કરી રહી છે.

આદિત્ય સિંહ રાજપૂતના મૃત્યુના સમાચારથી તેના ફેન્સ અને સિનેમાજગતને ભારે આઘાત લાગ્યો છે. કોઈ માનવા તૈયાર નથી કે ખુશખુશાલ થઈને કામ કરતો નવયુવાન અભિનેતા અને કાસ્ટિંગ ડાયરેક્ટરનું અચાનક મૃત્યુ થયું છે. કેટલાક સૂત્રોનું પણ માનવું છે કે તેનું મૃત્યુ ડ્રગ્સના ઓવરડોઝને કારણે થયું છે. આ પહેલા પણ ઘણા યુવાનો ડ્રગ્સના કારણે મોતને ભેટ્યા છે. જોકે, તપાસ બાદ મોતનું સાચુ કારણે જાણવા મળશે.