
ગોધરા,શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના અંતર્ગત વ્યાયામ યોગ અને ખેલકૂદ ધારા હેઠળ એનએસએસના સથવારે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજના આચાર્ય ડો. અરૂણસિંહ સોલંકી એ જણાવ્યું હતું કે, ભારતનું ગૌરવ અને હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદજીના જન્મદિવસને રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આપણે તેમને યાદ કરી આપણા ગૌરવવંતો ઇતિહાસ બનાવનાર અને ઓલમ્પિકમાં સુવર્ણચંદ્રક અપાવનાર ધ્યાનચંદજીને આપણે યાદ કરીએ છીએ અને રમતએ જીવનનો ભાગ છે, ત્યારે દરેક વિદ્યાર્થી પોતાને ગમતી કોઈ પણ રમતમાં ભાગ લે એવું જણાવી શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ સંગીત ખુરશી, બેડમિન્ટન, ક્રિકેટ, ચેસ, ખો-ખો સહિતની રમતો રમી આનંદ મેળવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્પોર્ટ્સ ઈન્ચાર્જ ડો. વી.એમ.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. સ્નેહા તથા પ્રો. અજીતસિંહ ચૌહાણ પણ પ્રસંગોચિત્ત વક્તવ્ય આપ્યું હતું.