અચૂક મતદાન કરવા નાગરિકોને પ્રોત્સાહિત કરતા જીલ્લા વહીવટી તંત્ર

  • જીલ્લા ચુંટણી અધિકારી નેહા કુમારી ’મતદાન જાગૃતિ’ બાઈક રેલીમાં જોડાઈ મહત્તમ મતદાનનો સંદેશ આપ્યો

મહીસાગર,nમહીસાગર જીલ્લામાં આગામી તા. 7મી મે, 2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ‘મતદાન જાગૃતિ’ અન્વયે મહીસાગર જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

મહીસાગર જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ’મતદાન જાગૃતિ’ બાઈક રેલી યોજી નાગરિકોને મત આપવા પ્રોત્સાહિત કર્યા હતા. જીલ્લા ચુંટણી અધિકારી નેહા કુમારી, જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ,પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સહિત વહીવટી તંત્ર દ્વારા યોજાયેલી આ બાઈક રેલી લુણાવાડાના વિવિધ માર્ગો પર ફરી હતી. મતદાન જાગૃતિનાં વિવિધ બેનરો અને પોસ્ટર્સ જેવા કે, ‘વોટ ફોર સ્યોર’, ‘દસ મિનિટ દેશ માટે’, ‘ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ’ જેવાં વિવિધ સૂત્રો દ્વારા નાગરિકોને દેશહિતમાં મતદાન કરવાની અપીલ કરી હતી.

આ પ્રસંગે જીલ્લા ચુંટણી અધિકારી નેહા કુમારીએ જણાવ્યું હતું કે, લોકતંત્રના આ પ્રસંગમાં પ્રત્યેક નાગરિકોની સહભાગીદારી મહત્વપૂર્ણ છે. નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના ભાગરૂપે અમે બાઈક રેલી દ્વારા મતદારોને જાગૃત કરવાનો ખાસ પ્રયાસ કર્યો હતો.