અચાનક સીમા હૈદરની તબિયત બગડી, ગ્લુકોઝના બાટલા ચડાવ્યા,ડિહાઇડ્રેશનની સમસ્યા

  • આલિયા-અક્ષય ભારતમાં રહી શકે છે તો હું ,કેમ નહીં?

નોઈડા: સીમા હૈદરની તબિયત લથડી છે. શનિવાર સવારથી જ તેને ડિહાઇડ્રેશનની સમસ્યા શરૂ થઈ છે. ડોકટરો ગ્લુકોઝ આપી રહ્યા છે. તે જ સમયે, સીમા વતી સુપ્રીમ કોર્ટના એડવોકેટ એપી સિંહે રાષ્ટ્રપતિને દયાની અરજી દાખલ કરી હતી. 38 પાનાંની આ અરજીમાં સીમાએ રાષ્ટ્રપતિને ભારતમાં રહેવાની મંજૂરી આપવા માટે અપીલ કરી છે. ભારતની નાગરિકતા આપવી જોઈએ, કારણ કે હવે તે ભારતની વહુ છે. તે સચિનની પરિણીત છે. તેણે હિંદુ ધર્મ પણ અપનાવ્યો છે.

તેણે પોતાની દલીલોમાં કહ્યું કે પ્રેમ સિવાય તેના જીવનનો કોઈ હેતુ નથી. સીમાએ હીર-રાંઝા, લૈલા-મજનૂ, શેરી-ફરહાદની લવસ્ટોરીનો ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે તે સચિન પ્રત્યેના પ્રેમ માટે પાકિસ્તાનથી ભારત આવી છે. અહીં રહેવા માગે છે. એટલું જ નહીં, તેણે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ, અક્ષય કુમારનાં નામ પણ લખ્યાં અને સવાલ કર્યો કે જ્યારે તેઓ વિદેશી નાગરિક હોવા છતાં ભારતમાં રહી શકે છે તો તે કેમ નહીં?

સીમાએ લખ્યું છે કે તેણે હિંદુ ધર્મ અપનાવ્યો છે. તે ક્યારેય ખોટું બોલી નથી. ATS હાલ તેની તપાસ કરી રહી છે, પરંતુ તે CBI, RAW, NIA દ્વારા તપાસ માટે તૈયાર છે. એટલું જ નહીં, તે પોલીગ્રાફ ટેસ્ટ, બ્રેઈન મેપિંગ ટેસ્ટ, લાઈ ડિટેક્ટર ટેસ્ટ અને ડીએનએ ટેસ્ટ માટે પણ તૈયાર છે.

બીજી તરફ, એટીએસ સીમા કેસની તપાસ કરી રહી છે. એટીએસે બે દિવસમાં સીમાની 18 કલાક પૂછપરછ કરી હતી. જોકે જાસૂસી એંગલમાં કશું નક્કર મળ્યું ન હતું. આ દરમિયાન તેને પાકિસ્તાન પરત મોકલવાની પણ ચર્ચા છે. સીમા પાકિસ્તાન પાછી જશે, ભારતમાં રહેશે કે જેલમાં જશે? આ ક્ષણે, કોઈની પાસે આ પ્રશ્નનો જવાબ નથી.

સીમાએ દયાની અરજીમાં કહ્યું હતું કે, “જામીન પર આવ્યા બાદ હું તમામ કાયદાનું પાલન કરી રહી છું. હું તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપી રહી છું. ATSએ તપાસ કરી, પરંતુ જાસૂસીનો કોઈ પુરાવો મળ્યો નથી. હું કોઈપણ એજન્સી, CBI, NIA, RAW દ્વારા તપાસ માટે તૈયાર છું. પછી ભલે તે પોલીગ્રાફ ટેસ્ટ, બ્રેઇન મેપિંગ ટેસ્ટ, લાઈવ ડિક્ટેટર ટેસ્ટ હોય. ચારેય બાળકો મારાં છે, તેમના માટે DNA કરાવવા તૈયાર છું. સરકાર ઇચ્છે તો કોઈપણ રીતે સત્યની જાણકારી મેળવી શકે છે. હું ક્યારેય ખોટું બોલતી નથી.

સીમાએ તેની દયા અરજીમાં પ્રેમનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. તે દાવો કરી રહી છે કે તે સચિન પ્રત્યેના પ્રેમને કારણે જ ભારત આવી છે. એટલું જ નહીં, તેણે દયા અરજીમાં પોતાનું નામ સીમા મીના, પત્ની સચિન મીના તરીકે લખાવ્યું છે. સીમાએ શીરી-ફરહાદ, લૈલા-મજનૂ, હીર-રાંઝા અને સોની-મહિવાલની અમર પ્રેમ કથાનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું છે કે પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાનમાં રહેનારી અનેક મહિલાઓ, જેમણે ભારતમાં લગ્ન કર્યાં છે તેઓ લાંબા સમયથી અહીં રહે છે. તેને લાંબા ગાળાના વિઝા પણ આપવામાં આવ્યા છે. સીમાએ સવાલ ઉઠાવ્યો કે તો પછી તેને જ કેમ વિઝા મળતા નથી?

સીમાએ કહ્યું છે કે તેણે સચિન મીના સાથે પોતાનો ધર્મ બદલીને લગ્ન કર્યાં છે. તે હવે હિન્દુ છે. ગંગા સ્નાન અને તુલસી પૂજા પણ કરે છે. પિટિશનની સાથે સીમાએ સચિન સાથેના લગ્નની કેટલીક તસવીરો પણ રાષ્ટ્રપતિને મોકલી છે. આ તસવીરોમાં સીમા-સચિન એકબીજાને માળા પહેરાવતા જોવા મળે છે. તેણે એવી દલીલ પણ કરી હતી કે મેં નેપાળમાં સચિન સાથે લગ્ન કર્યાં હતાં. નેપાળ સાથે ભારતનો રોટી અને દીકરીનો સંબંધ છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને તેના પર દયા બતાવવી જોઈએ અને તેને આ સ્થળની નાગરિકતા આપવી જોઈએ.