
શહેરાના કાંકરી પાસે ડીવાઇડર સાથે બાઈક ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાતા બે યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.જ્યારે એક યુવાન ને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે લુણાવાડા ખાનગી હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો.
શહેરાના કાંકરી થી અણિયાદ તરફ જતા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર આવેલા ડીવાઈડર સાથે અપાચી બાઈક ભટકાતા બાઈક ઉપર સવાર વિજય પગી અને હિતેશ પગી નામના યુવાનોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.જ્યારે અન્ય એક યુવાન અશોક ને શરીરે નાની મોટી ગંભીર ઈજા થતાં ઈમરજન્સી સેવા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે શહેરા થી લુણાવાડા ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો,ઘટનાની જાણ શહેરા પોલીસને થતાં પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાર્યવાહી હાથધરી હતી,અકસ્માતમાં મૃત્યુ પામેલ બન્ને યુવાનો શહેરા તાલુકાના લાભી ગામના હોવાની માહિતી મળી હતી.જોકે આ ઘટનાની જાણ શહેરા તાલુકા વિકાસ અધિકારીને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મરણ પામેલ બંને યુવાનો ચાંદણગઢ મંદિર ખાતે ગરબા રમવા માટે જતા હતા તે સમયે આપ બનાવ બનવા પામ્યો હતો સાથે મૂર્તકોના પરિવારજનોમાં પણ ઘેરો શોક છવાયો હતો..
