લુણાવાડા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા SFD અંતર્ગત “ગ્રામ્ય જીવન અનુભૂતિ 2023” ગામને જાણો ગામને માણો માટે ભાવનગર, બોટાદ,અમરેલી જિલ્લાના 50 વિધાર્થીઓ મહીસાગર જિલ્લામાં પાંચ દિવસ જનજાતિ ગામોમાં જશે ત્યાંના ગ્રામ્ય જીવનની અનુભૂતિ કરશે. ગામોની પરંપરા, રીતિ-રિવાજ, ત્યાંની સંસ્કૃતિને જાણસે જેના કાર્યક્રમનું ઉદ્ઘાટન મુનપુર કોલેજમાં થયું. જેમાં ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ, પ્રદેશ સહ મંત્રી અંકિત નાઈય, વડોદરા અને પંચમહાલ વિભાગ સંગઠન મંત્રી ગૌતમ ગામીત, વિભાગ પ્રમુખ મનીષ સોની, વિભાગ સંયોજક જય પાઠક, મુનપુર કોલેજ ના આચાર્ય મહેશભાઈ મહેતા અને ટ્રસ્ટી હરિ પટેલ ઊપસ્થિત રહ્યા.