અબુ ધાબીમાં હિંદુ મંદિરને લઈ પાકિસ્તાનીઓ બોખલાયા, ઇસ્લામ માટે વધારેમાં વધારે યોગદાન આપવું જોઈએ

ઇસ્લામાબાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે અબૂ ધાબીમાં પહેલા અને ભવ્ય હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. વડાપ્રધાન મોદીએ ૭૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ મંદિરને બનાવવાની મંજૂરી આપવા બદલ યુએઈના રાષ્ટ્રપતિની પણ પ્રશંસા કરી હતી. ભારત અને યુએઈના લોકો મંદિરના નિર્માણથી ખુશ છે, પરંતુ પાકિસ્તાનના લોકોએ આ મુદ્દે છાતી પીટવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનમાં હિન્દુ સમુદાય સહિત અન્ય લઘુમતીઓની હાલત પહેલેથી જ ખરાબ છે. હવે યુએઇમાં મંદિર બનાવવાની વાત પાકિસ્તાનીઓના ગળામાંથી ઉતરી રહી નથી. આ જ કારણ છે કે પડોશી દેશોના લોકો હવે પાણી પીને યુએઈને કોસવા લાગ્યા છે.

પાકિસ્તાનમાં લોકો અત્યારે અબૂધાબીમાં બનેલા હિંદુ મંદિરને લઈને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. પાકિસ્તાનમાં એક પણ વ્યક્તિ એવી નથીં મળી કે જેણે મંદિરનો વિરોધ ના કર્યો હતો. એક રિપોર્ટ પ્રમાણે વાત કરીએ તો એક વ્યક્તિએ કહ્યું કે, ‘આ યોગ્ય નથી, ત્યાં મંદિર ના બનાવવું જોઈએ. તેનાથી ઈસ્લામને નુક્સાન થાય છે.’ તો બીજા એક વ્યક્તિએ કહ્યું કે, ‘મુસ્લિમ દેશ તરીકે યુએઈએ આવું ના કરવું જોઈએ. તેમને ઇસ્લામ માટે વધારેમાં વધારે યોગદાન આપવું જોઈએ.’

વધુમાં વાત કરીએ તો એક પાકિસ્તાનીએ કહ્યું કે, ‘જો મોદી અહીં આવે. આ એક સમૃદ્ધ દેશ છે તેથી શક્ય છે કે ત્યાં પણ ભારત માતાના નારા લાગશે. મુસ્લિમોએ આનો વિરોધ કરવો જોઈએ. ત્યાં મંદિર બનાવવાનો હેતુ શું છે?’ તો એક પાકિસ્તાની મહિલાએ મંદિર બાબતે કહ્યું કે,યુએઈ માં આપણો મુસ્લિમ સમુદાય છે તેમણે મંદિરનો વિરોધ કરવો જોઈએ. પહેલા તો આપણે આપણું મૂલ્ય બનાવવું જોઈએ. ત્યારે જ લોકો આપણી વાત સાંભળશે. અમારે યુએઈ સાથે સંબંધો બનાવવાની જરૂર છે. આ દરમિયાન વધુ એક પાકિસ્તાનીએ કહ્યું કે, ‘યુએઈમાં મંદિર બનવું એકદમ ખોટૂં છે. તે એક ઈસ્લામિક દેશ છે. ભારતીયોના દિલમાંથી અલ્લાહનો ડર નીકળી ગયો છે. મોદીનું આ રીતે સ્વાગત ના કરવું જોઈએ.’