ABOUT US

” પંચમહાલ સમાચાર ” છેલ્લા ૨7 વર્ષથી સમાચાર અવિરત સેવા પુરી પાડી રહ્યું છે. ત્યારે હવે અમે લાવી રહ્યા છે, એક નવું સોપાન જે રહેશે ડિજિટલ માધ્યમથી સમાચારની  એ જ સેવાઓ, એક નવા રૂપરંગમાં આપના આંગળીઓ ના ટેરવા પર, પંચમહાલ સમાચાર દૈનિક પત્રના માધ્યમથી પંચમહાલ, દાહોદ, મહીસાગર, બરોડા અને ખેડા જિલ્લા સહિત આસપાસના વિસ્તારોના સમાચારોના ભાથા સ્વરૂપે દરેક વાચકો સુધી પહોંચી અમારો અથાગ મહેનતને સફળ બનાવવા બદલ વાંચકોનો આભાર સાથે હવે અમે અમારા ડિજિટલ માધ્યમ થકી  આપના  સાથ સહકારની અપેક્ષા સહ…..


પંચમહાલ જિલ્લાના નાગરિકોને સાંપ્રત પ્રવાહની ખબરોથી વાકેફ રાખવા તેમજ રસપ્રદ માહિતી પુરી  પાડવાના  ઉમદા આશયથી વર્ષ-૧૯૯૭માં ” પાક્ષીક સમાચાર પત્ર ” થી શરૂઆત કરી. સતત સમાચારો, જાગૃતિ, લોક પ્રશ્નોના સમાચાર માધ્યમથી ઉજાગર કરી અમારૂ  પાક્ષીક  ધીમા પગરવે આગળ વધી રહ્યું હતું, દરમિયાન વાચકો, વિજ્ઞાપનદાતાઓના મળી રહેલા પ્રેમ, સહકાર-સાથથી પ્રેરણા મેળવી વર્ષ-2013માં “પંચમહાલ સમાચાર” દૈનિક સમાચારપત્ર તરીકે વાંચકોની સેવામાં શરૂ કરવામાં આવ્યું અને સમાજના તમામ નામી-અનામીઓનો  સાથ સહકાર આજે પણ એજ જળવાઈ રહ્યો છે. આજે દુનિયા ટેકનોલોજીના સહારે ખૂબ આગળ વધી રહી છે. ત્યારે સમાચારનું માધ્યમ પણ હવે ટેકનોલોજીના સહારે ડિજિટલ બન્યું છે. ત્યારે પંચમહાલ સમાચાર ડિજિટલ પ્લેટફોર્મ પર એક નવા રંગરૂપમાં ખૂબ જ સહેલાઈથી વાચકોને સમાચારોનું ભાથું પુરું પાડવા માટે નવા સોપાનની શરૂઆત કરી રહ્યા છીએ. ત્યારે અમારા નવીન સોપાનને આપના સાથ સહકારની અપેક્ષા સાથે।……..

આપના અભિપ્રાયો આવકાર્ય.

panchmahalsamachar@gmail.com