અભિષેક બચ્ચન ગળામાં રૂદ્રાક્ષ પહેરીને કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતા. આ દરમિયાન તેની માતા જયા બચ્ચન અને બહેન શ્વેતા બચ્ચન નંદા પણ અભિષેક સાથે જોવા મળી હતી. અભિષેક, જયા અને શ્વેતાએ સાથે મળીને કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી અને પૂજા કરી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જોકે, અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય પરિવારમાંથી ગાયબ રહ્યા હતા. આ દરમિયાન તેમની સાથે વારાણસીના પ્રખ્યાત જ્યોતિષ ચંદ્રમૌલી ઉપાધ્યાય પણ હાજર હતા.

કાશી વિશ્વનાથથી નીકળેલી અભિષેકની તસ્વીરોમાં તે સફેદ કુર્તા-પાયજામા અને કાળો નેહરુ જેકેટ પહેરેલો જોવા મળે છે. આ સાથે અભિષેક બચ્ચન કપાળ પર ત્રિપુંડ અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરેલ જોવા મળ્યો હતો. માતા જયા બચ્ચન સાથે અભિષેકની બહેન શ્ર્વેતા બચ્ચન નંદા પણ પીળા સૂટ-સલવારમાં જોવા મળી રહી છે. શ્ર્વેતાએ રેડ અને ગોલ્ડન સૂટ સાથે ચૂડીદાર પાયજામા પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિષેક ઉપરાંત શ્ર્વેતા અને જયા પણ કપાળ પર તિલક લગાવેલી જોવા મળી હતી. તસવીરોમાં અભિષેક, જયા અને શ્ર્વેતા મંદિર પરિસરમાં ફરતા જોવા મળે છે. તે જ સમયે, તે વારાણસીના પ્રખ્યાત જ્યોતિષી ચંદ્રમૌલી ઉપાયાય પાસેથી ભેટ લેતા જોવા મળે છે.

અભિષેક બચ્ચન તેના પરિવાર સાથે કાશી વિશ્ર્વનાથના દર્શન કરવા આવ્યો હતો. આવી સ્થિતિમાં લોકો સવાલ કરી રહ્યા છે કે ઐશ્વર્યા રાય તેની સાથે કેમ ન જોવા મળી? તમને જણાવી દઈએ કે, ઘણા સમયથી અભિષેક બચ્ચન અને ઐશ્ર્વર્યા રાય વિશે એવી ખબરો આવી રહી છે કે તેમની વચ્ચે કંઈક સારું નથી ચાલી રહ્યું. બંને વચ્ચે છૂટાછેડાના અહેવાલો પણ છે. જોકે ઐશ્વર્યા કે અભિષેકે આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. અભિષેક બચ્ચનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ઘૂમરમાં જોવા મળ્યો હતો. અભિષેક ટૂંક સમયમાં પ્રાઈમ વીડિયોની ફિલ્મ ‘બી હેપ્પી’માં જોવા મળશે. આમાં તેની સાથે બાળ કલાકાર ઇનાયત વર્મા હશે. ફિલ્મની વાર્તા સિંગલ ફાધરની છે. તે અભિનેતા શૂજીત સરકાર સાથે કામ કરવા જઈ રહ્યો છે. જો કે ફિલ્મનું શીર્ષક હજુ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ તેની રિલીઝ ડેટ ૧૫ નવેમ્બર, ૨૦૨૪ હોવાનું કહેવાય છે.