અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસ: અમે ફક્ત પાંચ મહિનાથી રિલેશનમાં હતા : સુરજ પંચોલી

મુંબઇ,અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં ૧૦ વર્ષની તપાસ બાદ સીબીઆઇ કોર્ટનો નિર્ણય આવ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી એવા અભિનેતા સૂરજ પંચોલીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. આરોપોમાંથી મુક્ત થયા પછી, હવે અભિનેતાએ જિયા અને તેના સંબંધો વિશે વાત કરી છે. તેણે ખુલાસો કર્યો છે કે જિયાએ આત્મહત્યા કરી તેના થોડા મહિના પહેલા જ બંને રિલેશનશિપમાં હતા.

એક ઈન્ટરવ્યુ દરમિયાન સૂરજે કહ્યું હતું કે તે જિયાને માત્ર પાંચ મહિનાથી ઓળખતો હતો. આટલા ટૂંકા ગાળામાં મારા માટે એ સમજવું ખૂબ જ મુશ્કેલ હતું કે જિયા ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી છે. અભિનેતાએ કહ્યું, “તમે જાણીને ચોંકી જશો કે હું તેને માત્ર પાંચ મહિનાથી જ ઓળખતો હતો, તે ખૂબ જ નાનો સંબંધ હતો. હું તેને કદાચ છ મહિનાથી સંપૂર્ણપણે જાણતો હતો, તેમાંથી પાંચ મહિના અમે રિલેશનશિપમાં હતા. પાંચ મહિનામાં કોઈ વ્યક્તિ શેમાંથી પસાર થઈ રહી છે તે જાણવું ખૂબ જ મુશ્કેલ છે. તે ઉંમરે, તેણી શેમાંથી પસાર થઈ રહી છે તે સમજવા માટે હું થોડો અપરિપક્વ હતો.”

તેણે આગળ કહ્યું, ‘મેં જિયાના પરિવારને કહ્યું કે તે ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી છે, તે સમયે મેં તેના માટે મારાથી જે થઈ શકે તે કર્યું, પરંતુ હું ફરીથી યાદ અપાવવા માંગુ છું કે તે સમયે મારી ઉંમર માત્ર ૨૦ વર્ષની હતી. એ ઉંમરે હું મારી યોગ્ય રીતે કાળજી લઈ શક્તો ન હતો, પરંતુ મેં મારાથી થોડાં વર્ષ મોટી જિયાની કાળજી લેવાનો પૂરો પ્રયાસ કર્યો.

અભિનેતાએ કહ્યું કે તેને મારો નહીં પણ તેના પરિવારને સપોર્ટ કરવાની જરૂર છે. દુખદ સત્ય એ છે કે જિયાના જીવનમાં તેનો પરિવાર અને તેની માતા ત્યારે જ હાજર હતા જ્યારે તેને આર્થિક મદદની જરૂર હતી. જિયા ખાનની એક્ટિંગ કરિયરની વાત કરીએ તો તેણે બોલિવૂડમાં માત્ર ત્રણ ફિલ્મોમાં જ કામ કર્યું હતું.

અભિનેત્રીએ ૨૦૦૭માં અમિતાભ બચ્ચન સાથે નિશબ્દમાં ડેબ્યૂ કર્યું હતું. વર્ષ ૨૦૦૮માં તે ગજનીમાં આમિર ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી હતી. આ પછી તે વર્ષ ૨૦૧૦માં આવેલી મલ્ટિસ્ટારર સુપરહિટ ફિલ્મ હાઉસફુલનો ભાગ હતી.સુરજ પંચોલી કેસમાં નિર્દોષ છુટયા બાદ સિધિવિનાયકના મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યો હતો.