અભિનેતાને એક ભૂલ ભારે પડી ગઇ, બિગ બોસના ઘરમાંથી થઇ ધરપકડ

નવી દિલ્હી: નાના પડદા પર હાલમાં ટીવીના સૌથી મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ શો ‘બિગ બોસ 17’ની ધૂમ જોવા મળી રહી છે. જ્યાં એક તરફ હિંદી સિનેમાના દર્શકો વચ્ચે સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતો શો ચર્ચામાં છે, ત્યાં જ બીજી તરફ દક્ષિણ ભારતીય લોકો ‘બિગ બોસ 10 કન્નડ’ની મજા માણી રહ્યા છે. બિગ બોસ ભલે હિંદીનો શો હોય કે કન્નડ, તેની આસપાસમાં વિવાદ થવો સામાન્ય વાત બની ગઇ છે. આજે અમે બિગ બોસ 17 નહીં પણ ‘બિગ બોસ 10 કન્નડ’ની વાત કરવા જઇ રહ્યા છે. ખરેખરમાં એવી ખબર સામે આવી રહી છે કે, કિચ્ચા સુદીપ દ્વારા હોસ્ટ કરવામાં આવતા આ શોમાં એક કન્ટેસ્ટન્ટની ધરપકડ કરવામાં આવી છે.

કિચ્ચા સુદીપ દ્વારા હોસ્ટ કરવામાં આવતા બિગ બોસ કન્નડની 10મી સિઝન ચર્ચામાં છે. તેનું ચર્ચામાં આવવાનું કારણ સ્પર્ધક વર્થુર સંતોષની ધરપકડ છે. ખરેખરમાં કથિત રીતે વર્થુર પર વન વિભાગે વાઘના પંજાનું લોકેટ પહેરવાનો આરોપ છે અને આ અંતર્ગત જ તેની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, શો માં વર્થુરને લોકેટ પહેરીને જોયા બાદ તેના વિરૂદ્ધ એક ફરિયાદ દાખલ કરાઇ હતી અને તેના હેઠળ જ આ કાર્યવાહી કરવામાં આવી છે.

રિપોર્ટસ અનુસાર, ગતકાલે 22 ઓક્ટોબરે વન વિભાગે અધિકારી બિગ બોસના સેટ પર પહોંચ્યા હતા અને શોના મેકર્સે ચેન અને લોકેટને ઘરની બહાર લાવવા માટે કહ્યું હતું. તેમણે તેની તપાસ કરી અને તેવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે આ અસલી વાઘનો નખ છે. તેના પછી વન વિભાગના અધિકારીઓએ વર્થુરની શોની વચ્ચેથી જ ધરપકડ કરી લીધી. કથિત રીતે વન વિભાગ પેંડેંટની તપાસ કરી રહ્યું છે. પેંડેટને વિસ્તૃત વિશ્લેષણ માટે વિધિ વિજ્ઞાન પ્રયોગશાળામાં મોકલવમાં આવ્યું છે.

ધરપકડ કરવા આવેલા અધિકારીએ જણાવ્યું કે,‘વર્થુરે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972નું ઉલ્લંઘન કર્યું છે અને તેમાં ત્રણથી સાત વર્ષની સજાનું પ્રાવધાન છે.’ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તે કાતલીપુરાના વન રેંજ કાર્યલયની હિરાસતમાં છે. તમને જણાવી દઇએ કે, વર્થુર સંતોષ કર્ણાટકમાં એક જાણીતી હસ્તી છે.