અબજપતિઓ પર વધુ ટેક્સ લાદવાના બ્રાઝીલના વિચાર પર જી-૨૦ સહમત

વિશ્વની ૨૦ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ (જી-૨૦) સહમતી દર્શાવી છે કે, તેઓ સુનિશ્ચિત કરવા માટે મળીને કામ કરશે કે અતિ ધનવાન લોકો પર અસરકારક રીતે ટેક્સ લાદવામાં આવે. આ ઘોષણાપત્રમાં રાષ્ટર્રીય સાર્વભૌમત્વ વચ્ચે સંતુલન અને ટેક્સ ટાળવા પર વધુ સહકાર માટે કહેવામાં આવ્યું છે.મેનિફેસ્ટો, જે ટુંક સમયમાં પ્રકાશિત કરવામાં આવશે, તે બ્રાઝિલ માટે પ્રાથમિક્તા હતી, જે આ વર્ષે જી-૨૦ મંત્રણાની અધ્યક્ષતા કરે છે, જેના નેતા લુઇઝ ઇનાસિયો લુલા, ભૂતપૂર્વ ફેકટરી કાર્યકર, જી-૨૦ એજન્ડામાં અબજોપતિ કર શામેલ કરવા દબાણ કરી રહ્યા હતા.

જી-૨૦ ટેક્સ મેનિફેસ્ટોએ જણાવ્યું હતું કે, ટેક્સ સાર્વભૌમત્વ માટે સંપૂર્ણ આદર સાથે, અમે ધનવાન-નેટ-વર્થ વ્યક્તિઓ પર અસરકારક રીતે ટેક્સ લાદવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે સહકારી રીતે જોડાવવાનો પ્રયાસ કરીશું. સહકારમાં શ્રે પ્રણાલીઓની આપ-લે, ટેક્સ સિદ્ધાંતો વિશેની ચર્ચાને પ્રોત્સાહિત કરવા અને સંભવિત નુક્સાનકારક ટેક્સ પ્રથાઓને સંબોધિત કરવા સહિતની ટેક્સ વિરોધી પદ્ધતિઓનો સમાવેશ થઈ શકે છે. બ્રાઝિલે ૩,૦૦૦ વ્યક્તિઓ પર ૧ બિલિયન ડોલરથી વધુની સંપત્તિ પર ૨ ટકા વેલ્થ ટેક્સ લાદવાની દરખાસ્તની ચર્ચાને વેગ આપ્યો છે, જે વાષક ૨૫૦ બિલિયન ડોલર સુધીની અંદાજિત આવક પેદા કરશે.

નાણા પ્રધાન ફર્નાન્ડો હદ્દાદે પત્રકારોને જણાવ્યું હતું કે, આજે જે શ થાય છે તે એક વ્યાપક પ્રક્રિયા છે જેના માટે શિક્ષણવિદો, વિદ્રાનો ઓઈસીડી અને યૂએન જેવા અનુભવ અને સમય સાથે આંતરરાષ્ટર્રીય સંસ્થાઓની સહભાગિતાની જર પડશે