
અદાણી ગ્રુપના ચેરમેન અને અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ભારતમાં ચાલી રહેલી લોક્સભા ચૂંટણીમાં પોતાનો મત આપ્યો હતો. તેમણે ગુજરાતના અમદાવાદમાં તેમના વિસ્તારના મતદાન મથકમાં પોતાનો મત આપ્યો. લોક્સભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ અમદાવાદમાં લાઈનમાં ઉભા રહીને પોતાનો મત આપ્યો હતો. ગૌતમ અદાણીએ પણ પોતાનો મત આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરી હતી.
આજે મતદાન કર્યા બાદ ગૌતમ અદાણીએ કહ્યું કે આજે લોકશાહીનો તહેવાર છે અને હું લોકોને અપીલ કરું છું કે બહાર આવીને મતદાન કરો. ભારત સતત પ્રગતિ કરી રહ્યું છે અને આ વલણ ચાલુ રહેશે.