આઝમગઢમાં અખિલેશની રેલીમાં ભાગદોડ, બેકાબુ ભીડ પર પોલીસનો લાઠીચાર્જ

લખનૌ, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (સપા)ના પ્રમુખ અખિલેશ યાદવની રેલીમાં ભારે સંખ્યામાં સમર્થકો ભેગા થયા હતા. અખિલેશની રેલીમાં ભીડ બેકાબૂ થતા તેમને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ પહેલા ફૂલપુર, સંતકબીરનગર પછી આઝમગઢમાં પણ અખિલેશ યાદવની રેલીમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.

ઉત્તર પ્રદેશના લાલગંજ લોક્સભા વિસ્તારમાં અખિલેશ યાદવની રેલી દરમિયાન ફરી એક વખત ભાગદોડ જેવી સ્થિતિ જોવા મળી હતી, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સપા કાર્યર્ક્તાના આગળ વધવા પર પાછળ ધક્કો મારીને ખસેડવામાં આવે છે અને કાર્યર્ક્તા એક બીજાની ઉપર ચઢીને દોડતા જોવા મળે છે. આ દરમિયાન જે સ્ટેન્ડ પર લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા હતા તે પણ નીચે પડી ગયા હતા.

અખિલેશ યાદવે લાલગંજમાં કહ્યું કે, ’આ જનસમર્થન, ઉત્સાહ, જોશ સરોજજીને જીતાડવા જઇ રહ્યો છે. આઝમગઢની જનતા બન્ને બેઠકો જીતવા જઇ રહી છે. હું તમને ૨૨નો પણ આભાર માનું છે કે તમે ૧૦ની ૧૦ બેઠકો જીતાડી હતી.’