આઝમ ખાને કહ્યું, યોગીજી મારા આખા પરિવારને વિધાનસભાની સામે ગોળી મારી દો

લખનૌ,

રાષ્ટ્રીય લોકદળના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરી સપા ઉમેદવાર આસીમ રાજાના સમર્થનમાં રામપુર પહોંચ્યા હતા. આ દરમિયાન જનસભાને સંબોધિત કરતી વખતે અધ્યક્ષ જયંત ચૌધરીએ જનતાને સપાના ઉમેદવાર આસીમ રાજાને મત આપવા અપીલ કરી હતી. આ દરમિયાન આઝમ ખાને પોતાના જોરદાર અંદાજમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે યોગીજી મને, મારા પુત્ર અને મારી પત્નીને વિધાનસભાની સામે ગોળી મારી દો. હું મારી હત્યાને માફ કરું છું. સાથે જ જયંત ચૌધરીએ કહ્યું કે, યોગી આદિત્યનાથ હંમેશાં ગુસ્સામાં રહે છે અને કેટલાક લોકો તેમને છોટા મોગેમ્બો (ઝ્રસ્ યોગી છોટા મોગેમ્બો) પણ કહે છે. રાજ્ય સંભાળાતું નથી અને જુઠ્ઠું બોલી-બોલીને અહીં પહોંચ્યા છે.

સપા નેતા આઝમ ખાને ભાષણ દરમિયાન કહ્યું કે, જ્યારે મેં મારા જીવનની રાજકીય સફર શરૂ કરી હતી. તો મારો પ્રથમ સંબંધ અને પ્રથમ રાજકીય જોડાણ જયંત ચૌધરીના દાદા ચૌધરી ચરણસિંહ સાથે થયું હતું. તેમના દ્વારા આપવામાં આવેલી ટિકિટ પર મેં પહેલી ચુંટણી જીતી હતી. તેમણે કહ્યું કે, આ મંચ પર મારા અને મારા બાળકો સિવાય કોઈ ગુનેગાર નથી. હું અને મારા બાળકો સૌથી મોટા ગુનેગાર છીએ. જેનું મૂળ છે તે અમે સાબિત કરી ન શક્યા.

આઝમ ખાને કહ્યું કે, એવું થશે ભારતમાં લોકો ખાખી વર્દીના પડછાયાના ડરમાં અપમાનિત જીવન જીવશે. તમે તેમનો જીવન જીવવાનો અધિકાર છીનવી લીધો છે. જો કોઈ તેમની બોલે છે, તો ત્યાં કેસ થઈ જાય છે. અભદ્ર ટિપ્પણી માટે એક મહિલાએ આઝમ ખાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, જેના પર તેમણે કહ્યું હતું કે, ઓ મારી બહેન, હું તમારા માટે લડ્યો હતો, તમે મારી જ વિરુદ્ધ કેસ દાખલ કરી દીધો.

આઝમ ખાને વધુમાં કહ્યું કે હું, મારી પત્ની અને મારા બાળકો બધા જ દોષિત છીએ. જાઓ બધાને વિધાનસભાની સામે ઊભા કરીને ગોળી મારી દો, જાઓ હું તને મારી હત્યા માટે માફ કરું છું. આજે જે લોકોને સ્ટેજ આપવામાં આવી રહ્યું છે તેમને કાલે સ્ટેજ આપવામાં આવશે નહીં. અબ્દુલ કાર્પેટ નહીં ફેલાવે, પોતુ કરશે અને ૮મી તારીખ પછી તેને તે વિસ્તારમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. તો, રાષ્ટ્રીય લોકદળના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરીએ કહ્યું કે, લખીમપુરનો જે મુખ્ય સાક્ષી છે, તેમના માટે સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર સુરક્ષા આપે, હમણાં જ મારી ૫ દિવસ પહેલા તેમની સાથે વાત થઈ છે, પછી મને ખબર પડી કે સાક્ષીઓની સુરક્ષા હટાવી દેવામાં આવી છે. કહ્યું શરમ આવે છે આવી સરકાર પર, આવી સિસ્ટમ જે સુપ્રીમ કોર્ટને સ્વીકારવા તૈયાર નથી. ૫મી તારીખ પછી ખેડૂતોની સાથે થતા અન્યાય માટે અમે લડીશું. હાથરસની ઘટના પર જયંત ચૌધરીએ કહ્યું કે, તે પરિવારે જે કહ્યું કે જિલ્લા મેજિસ્ટ્રેટ અને મુખ્યમંત્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી તે હજુ સુધી પૂર્ણ થઈ નથી.

જયંત ચૌધરીએ યોગી આદિત્યનાથ પર કટાક્ષ કરતા કહ્યું કે, યોગી હંમેશાં ગુસ્સામાં રહે છે, લોકો તેમને છોટા મોગેમ્બો કહે છે. હું પણ તેમને જરા હસીને કહીશ યાર, મને ખબર છે તમે ટેન્શનમાં છો. રાજ્ય સંભાળાતું નથી, ઘણું જુઠું બોલી-બોલીને અહીં સુધી પહોંચી ગયા છો.