આઝાદીના 7 દાયકા બાદ ડામર રસ્તાની સુવિધા મળી તેમાંએ હલકી કક્ષાનો મટીરીયલ વાપરતા નાળુ અને માર્ગની ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતા નાળા ઉપર બુલડોઝર ફેરવાયું

  • મુખ્યમંત્રી સડક યોજના હેઠળ સાડા 3 કિમી ના 1.62 લાખના ખર્ચે મંજુર થયેલા રસ્તાની કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ.
  • પ્રથમ વરસાદે કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીની પોલ ખોલી નાખી ત્યારબાદ કોન્ટ્રાક્ટર દ્વારા નાળુ તોડી નવેસરથી કામકાજ શરૂ કરાઇ.

દાહોદ, સંજેલી તાલુકાના હીરોલા મુખ્ય પ્રાથમિક શાળાથી પાંડી ફળિયા આંગણવાડી પ્રાથમિક શાળાથી તળગામ સુધીના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના રસ્તાની હલકી અને ગુણવત્તાનું મટીરીયલથી બનાવેલા રસ્તા તેમજ ડીપ નાળાની પ્રથમ વરસાદે જ પોલ ખુલી ગઈ હતી. આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા નાળા ઉપર બુલડોઝર ચલાવી કોન્ટ્રાક્ટર દ્વારા નાળુ તોડી ફરીથી કામકાજ શરૂ કરવામાં આવ્યું. સંજેલી તાલુકાના હીરોલા મુખ્ય પ્રાથમિક શાળાથી પાંડી ફળિયા આંગણવાડી અને પ્રાથમિક શાળા થઈ તળગામ તરફ જવાના માર્ગને આઝાદીના 7 દાયકા બાદ ડામર રસ્તાની સુવિધા મળી હતી. જ્યારે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ સાડા 3 કિમી ના 1.62 લાખના ખર્ચે મંજુર થયેલા રસ્તાની કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરાતા જ સ્થાનિક આગેવાનો દ્વારા હલકી અને નબળી કક્ષાનું મટીરીયલ વાપરી અને કામગીરી થતી હોવાની લેખિત મૌખિક તાલુકા અને જીલ્લાના અધિકારીને રજૂઆત કરાઇ હતી. ત્યારબાદ કોન્ટ્રાક્ટર દ્વારા બુલડોજર ચલાવી નાળુ તોડી અને ફરીથી કામગીરી શરૂ કરાતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.