- દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના હીરોલા પાંડી ફળિયાનું ડીપ નાળું-માર્ગ ખખડધજ બન્યા.
- પ્રથમ વરસાદે કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીની પોલ ખોલી નાખી.
સંજેલી, સંજેલી તાલુકાના હીરોલા મુખ્ય પ્રાથમિક શાળાથી પાંડી ફળિયા આંગણવાડી પ્રાથમિક શાળાથી તળ ગામ સુધીના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના રસ્તાની હલકી અને ગુણવત્તા વિનાના મટીરીયલથી બનાવેલા રસ્તા તેમજ ડીપનાળાની પ્રથમ વરસાદે જ પોલ ખુલી ગઈ હતી. આ મામલે રજૂઆતો પણ કરાઇ છે. સંજેલી તાલુકાના હીરોલા મુખ્ય પ્રાથમિક શાળા થી પાંડી ફળિયા આંગણવાડી અને પ્રાથમિક શાળા થઈ તળગામ તરફ જવાના માર્ગને આઝાદીના 7 દાયકા બાદ ડામર રસ્તાની સુવિધા મળી છે. જ્યારે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ સાડા 3 કિમીના 1.62 લાખના ખર્ચે મંજુર થયેલા રસ્તાની કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરાતા જ સ્થાનિક આગેવાનો દ્વારા હલકી અને નબળી કક્ષાનું મટીરીયલ વાપરી અને કામગીરી થતી હોવાની વારંવાર લેખિત મૌખિક તાલુકા અને જીલ્લાના અધિકારીને રજૂઆત કરાઇ. તેમ છતાં તંત્રએ આંખ આડા કાન કરતાં રસ્તો તેમજ ડીપ નાળની પ્રથમ વરસાદે જ બદતર હાલત થઇ ગઇ છે.