
ગોધરા, ગુજરાત રાજ્યના બગાયત વિભાગ દ્વારા તા.09/12/2023ના રોજ એક દિવસીય પ્રાકૃતિક ખેતિ અંગે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના તરવડા ખાતે તેમજ હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ખાતે બાગાયતિ પાકોમા પ્રાકૃતિક કૃષિ પરીસંવાદઅંતર્ગત એક દિવસીય ખેડુત તાલીમ શિબીરનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્ર્મમાં જીલ્લાના બગાયત વિભાગ, આત્મા કચેરીના વિવિધ અધિકારી, કર્મચારીઓના બગાયતી પાકોમા પ્રાકૃતિક ખેતિ તેમજ બગાયત વિભાગ હસ્તક ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે તેમજ કેન્દ્ર પુરસ્કૃત યોજના પી.એમ.એફ.એમ.ઇ. યોજનાની માહીતી જીલ્લાના ડી.આર.પી. દ્વારા લોકોને આપવામા આવી હતી. આ સાથે ઉપસ્થિત લોકોને સ્થાનિક પાકો વિશે માર્ગદર્શન અને સાહિત્યનુ વિતરણ કરવામા આવ્યું હતું. આ તાલીમમા બહોળી સંખ્યામા ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.