આઝાદી દિન પર્વે અમેરિકી સાંસદો ભારતના ખાસ મહેમાન બનશે

ભારતનાં આઝાદી દિન પર્વે પીએમ મોદીનું પ્રવચન સાંભળવા માટે અમેરીકન સાંસદોને દ્વિદલીય સમુહ 15 ઓગસ્ટે ભારત આવી રહ્યા છે. આ સાંસદોમાં ખન્ના અને વોલ્ટઝ ઉપરાંત સાંસદ ડેબોરા રોસ કેટ કેમમેક, શ્રીથાનેદાર, જેસ્મીન, ક્રોકેટની સાથે સાથે રિચ મેકકોર્મિક અને એડ કેસનો પણ સમાવેશ થાય છે. અમેરિકાનાં આ સાંસદો લાલ કિલાની મુલાકાત લેશે. જયાં વડાપ્રધાન મોદી રાષ્ટ્રને સંબોધશે.

આ સિવાય આ અમેરીકી સાંસદો હૈદરાબાદ મુંબઈ અને નવી દિલ્હીમાં વેપાર, ટેકનીક સરકાર અને બોલીવુડ સાથે જોડાયેલા લોકો સાથે પણ મુલાકાત કરશે. સાથે સાથે મહાત્મા ગાંધીને સમર્પિત ઐતિહાસીક સ્મારક રાજઘાટની મુલાકાત કરશે. સાંસદ ખન્નાનું ભારત આવવુ ખાસ એટલા માટે છે કે તેમના દાદા અમરનાથ વિદ્યાલંકાર એક ભારતીય સ્વતંત્રતા સેનાની હતા. જેઓ ગાંધીજી સાથે જેલમાં ચાર વર્ષ વીતાવ્યા હતા અને બાદમાં ભારતની પ્રથમ સંસદનો ભોગ બન્યા હતા.