આયુષ્યમાન મંદિર ઠાકોરના નાધરાએ NQAS અંતર્ગત 89.30 ટકા મેળવી આરોગ્યક્ષેત્રે નામ રોશન કર્યું

નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેશન અંગેની રાષ્ટ્રીય કક્ષાની ટીમ મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંઘરીના આયુષ્માન આરોગ્ય મંદિર ઠાકોરના નાધરામાં એપ્રિલ માસ આવી. જેમાં એન. ક્યુ.એ.એસ સર્ટીફીકેસન માટે ચેક લિસ્ટ મુજબ વિભાગવાર સુસંગતતા છે કે નહીં તે અંગેની ચકાસણી કરી હતી. જેમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, આશાબહેનોએ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.સી.આર.પટેલ, ડી. ક્યુ. એ. એમ.ઓ ડો.અલ્પેશ ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસર કડાણા, ડો.એસ.સી ઢાકા, મેન્ટર ડો સંજય પટેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંઘરીના મેડિકલ ઓફિસર ડો, કૃણાલગીરી એન ગોસાઈ તથા આયુષ મેડિકલ ઓફિસર ડો.કલ્પેશ સુથારના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર પેટા કેન્દ્ર ઠાકોરના નાધ્રાએ આજે NQAS અંતર્ગત 89.31% મેળવી જીલ્લા ત્થા તાલુકાનું નામ આરોગ્ય ક્ષેત્રે રોશન કરી નેશનલ ક્વોલિટી સર્ટિફિકેશન મેળવ્યું હતું.